GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લાના પુરવઠા અધિકારીએ કાલોલના ઘૂસર ગામે સસ્તાં અનાજની દુકાનમાં આકસ્મિક ચકાસણી કરતા અનેક ગેરરીતિઓ ઝડપાઇ

તારીખ ૦૧/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની ઘૂસર સરકારી સસ્તા અનાજની એફ.પી.એસ.ધી જલારામ ગ્રાહક ભંડાર જેઓના શોપ મેનેજર મહેશભાઈ ઉર્ફે ટીનાભાઈ પરમારને ત્યાં એચ.ટી.મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ઘઉં ૧૬ કટ્ટા વધ, ચોખા ૧ કટ્ટા ઘટ તથા ચણા ૧૫૮ કી.ગ્રામ ૩ કટ્ટા વધ,ખાંડ ૧૬ વધ આમ કુલ મળી ૧૯ કટ્ટાની વધ-ઘટ મળેલ છે.દુકાનદાર દ્વારા ઓનલાઇન પ્રિન્ટેડ કુપન પણ રેશનકાર્ડ ધારકોને આપવવામાં આવેલ નથી કે તેની સ્થળપળ રાખવામાં આવેલ નથી તેવું પરવાનેદારે પોતે કબૂલે છે.દુકાને કોઈ પણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી.૫૦ રેશન કાર્ડ ધારકોના નિવેદન લેતા ૫થી ૬ કિ.ગ્રામ અનાજ ઓછું આપતાં હોવાનું જણાવેલ છે.તેમજ રૂપિયા વધુ લેતા હોવાનુ જણાવેલ છે.શોપ મેનેજર દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય તેમજ એફપીએસ ના સ્થળેથી વધ પડેલ ઘઉંના ૧૬ કટ્ટા તથા ચણા ૧૫૮ કી.ગ્રામ ૩ કટ્ટા, ખાંડ ૧૬ કિ.ગ્રામ વધ આમ કુલ ૧૯ કટ્ટાની વધ મળેલ જથ્થો તેની કિંમત ૩૧,૩૧૬ અંકે રૂપિયા એકત્રીસ હજાર ત્રણ સો સોળ પૂરાનો જથ્થો સીઝ કરી ધી જલારામ ગ્રાહક ભંડારના શોપમેનેજર સામે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ત્યારે અન્ય આજુ બાજુ ના અનાજનો કાળોકાળોબાર કરનાર અનાજ માફિયાઓમાં ભય સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!