તા. ૨૬.૦૬.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની કાવડા મુવાડા પ્રા.શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજ રોજ તારીખ.૨૬.૦૬.૨૦૨૪ના રોજ કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મુખ્ય મહેમાન ટી.આર.પટેલ સાહેબ (માનનીય મદદનિશ કમીશ્નર આદિજાતિ વિભાગ જિ.દાહોદ) ના વરદ હસ્તે યોજાયો. સાથે અતિથિ વિશેષ ગૃપ ગ્રામ પંચાયત માંડલીના સરપંચ મતિ કાન્તાબેન જશુભાઈ બામણીયા તેમજ A. P. M.C -સંજેલીના ચેરમેન જશુભાઇ બામણીયા સાહેબ તથા તાલુકા સદસ્ય જશોદાબેન ચંદાણા, SMC સમિતીના અઘ્યક્ષ રમેશભાઈ બામણીયા અને SMC તમામ સભ્યો અને ગામના આગેવાનો, વડીલો,આંગણવાડી કાર્યકર બહેનો, શાળાના આચાર્ય સાહેબ તથા તમામ શિક્ષક સ્ટાફ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના સૌ બાળકો, KGBV- કાવડા નામુવાડા સ્ટાફ સૌ સાથે મળીને કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ -1 માં કુલ -30 બાળકો અને બાલવાટિકામાં કુલ -13 બાળકો ને પ્રવેશ આપી વૃક્ષારોપણ કરીને અને કમ્પ્યુટર લેબનું રીબીન કાપી લેબની શુભ શરૂઆત કરવામાં કરવામાં આવી