કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના છાપરીયા ગામ પાસે જીવલેણ અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા માહિતગાર સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાયડ દહેગામ રોડ ઉપર આવેલ એલ એન કોલ્ડ સ્ટોરેજ આગળ હાયવા ટ્રક નંબર જીજે 31 ટી 9011 ના ડ્રાઇવરે ફુલ સ્પીડમાં ગફલત ભરી રીતે ચલાવીને યામાહા બાઈક નંબર જીજે 31એન 4022 ને ટક્કર મારી હતી જેના લીધે બાઈક રોડ પર ફંગોળાઈ ગઈ હતી બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા
ફરિયાદી ભલસિંહ લક્ષ્મણસિંહ પરમાર ના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનનાર ત્રણ વ્યક્તિઓમાં ફરિયાદીના દીકરા મહેન્દ્રસિંહ તથા તેમના ગામના લાલસિંહ પરમાર તથા અભેસિંહ પરમાર નો સમાવેશ થાય છે અકસ્માત સર્જીને ડ્રાઇવર પોતાનું વાહન લઈને ભાગી ગયેલ હતો ઘટનાની જાણ બાયડ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકો ની લાશો નો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે બાયડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
અકસ્માત સરજી ની ભાગી ગયેલ ટ્રક ડ્રાઇવરને પકડવા માટે બાયડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ કામની તપાસ બાયડ પીએસઆઇ એન બી ચૌધરી કરી રહ્યા છે