જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૭મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી.
સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પ્રાયોજીત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની કામગીરીની સમીક્ષા અંગે ૩૭મી બોર્ડ ઓફ મેનેજમેન્ટ (સલાહકાર સમિતિની) બેઠક મીલેનીયમ આર્કેડ, કોલેજ રોડ, ભરૂચ ખાતે એડવોકેટ ફિરદોસબેન મંન્સુરીનાં અધ્યક્ષપદે યોજાઈ હતી. આ બેઠકમાં ઉપાધ્યક્ષ પ્રિતી દાણી,જિલ્લા શિક્ષણાધીકારીશ્રી સ્વાતીબા રાઓલ, ડાયરેકટર ડી.આર.ડી.એનાં પ્રતિનિધી પ્રવીણ વસાવા(DLM), તેમજ કે.જે.પોલીટેકનીકનાં પ્રિન્સીપાલ શ્રી એસ.એમ.મિસ્ત્રી, આઈટીઆઈ અંકલેશ્વર પ્રિન્સીપાલશ્રી જે.બી.મિસ્ત્રી, શ્રી કિરણભાઈ મજમુદાર, શ્રીમતી ઈન્દીરાબેન રાજ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં પ્રતિનીધીશ્રી જે.સી.પટેલ , બેન્ક ઓફ બરોડા લીડ બેન્કના મેનેજર શ્રી અનુપ જ્યોતીષ, ઉદ્યોગપતિશ્રી ઝુલ્ફીકાર સૈયદ,શ્રી કે.કે.રોહિત તથા જે.એસ.એસના નિયામકશ્રી ઝયનુલ આબેદીન સૈયદ વગેરે ઉપસ્થીત રહ્યા હતા અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નાં પ્રથમ છ માસમાં થયેલ કામગીરી અંગે નિયામકશ્રીએ પ્રેસન્ટેશન રજુ કર્યુ હતુ તથા સરકારશ્રી દ્વારા અરૂણ જેટલી ઈન્સ્ટીટયુટ ઓફ ફાઈનાન્સ મેનેજમેન્ટ દ્વારા જેએસએસ ભરૂચ ખાતે યોજાયેલ ઈમ્પેકટ ઈવેલ્યુએશની માહિતી પુરી પાડી હતી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે.એસ.એસ દ્વારા યોજાયેલ જુદી-જુદી પ્રવૃતીઓ અંગે સભ્યોને માહીતગાર કર્યા હતા તથા બેઠકના અંતે સૌનો આભાર વ્યકત કર્યો હતો.