AHAVADANG

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધીકારીશ્રીએ સરવર પ્રા.શાળાની મુલાકાત લીધી ;

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધીકારી શ્રી નરેદ્રભાઇ ઠાકરે દ્વારા વઘઇ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની સરવર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામા આવી હતી.

દરમિયાન સરવર પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 ની આ શાળામા કુલ 144 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અહી શાળામા કુલ 07 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શાળામા બાળકોની સરેરાશ હાજરી 92% થી ઉપર જોવા મળેલ હતી.શાળા આચાર્ય શ્રી હરેશભાઇ સાથે તમામ શિક્ષકો દરેક બાળકો દરરોજ શાળાએ આવે તેવા સક્રિય પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. શાળાના કાયમી શૈક્ષણિક કાર્ય ઉપરાંત ધોરણ 2 થી 8 મા FLN ( વાંચન લેખન ગણન ) કચાસ ધરાવતા બાળકો માટે FLNની બાળકદીઠ અલગ નોટ બનાવી દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન રાખી ઉપચારાત્મક કાર્ય કરવામા આવી રહ્યુ છે. જેના પરિણામે આજે શાળામાં 86% થી વધારે ધોરણ 2 થી 8 મા બાળકો સારુ FLN (વાંચન લેખન ગણન) કૌશલ્ય ધરાવે છે. શાળામા શિક્ષકોએ બાળકોના વાંચન કૌશલ્યના વિકાસ માટે શાળા લાયબ્રેરી વિકસાવી છે. જેનાથી ધોરણ 3 થી 8 ના બાળકોમાંથી પ્રથમ સત્રાંત કસોટીમાં 40% થી વધારે લર્નિંગ આઉટકમ ધરાવતા 82.64% જેટલા બાળકો છે. પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા તમામ ધોરણના વર્ગની મુલાકાત લેવામા આવી હતી.

મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, બીજા વર્ગોની સાથે પ્રજ્ઞા વર્ગમા પણ શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય આ શાળામા થઈ રહ્યું છે. આવા સમયે એમના જ બાળકો દ્વારા શિક્ષકોનુ સન્માન કરવામા આવે તો સોનામા સુગંધ ભળે.

હ્દયપુર્વક ફરજ બજાવતા શિક્ષકોને શિક્ષણ અધિકારીશ્રીએ સન્માનીત કર્યા હતા. તેમજ સરકારી પ્રાથમિક શાળામા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નિષ્ઠાથી ફરજ બજાવી રહેલા શાળાના આચાર્ય,અને તમામ સ્ટાફને જિલ્લા કચેરી દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!