GUJARATJETPURRAJKOTUncategorized

રાજકોટ જિલ્લામાં ક્ષય નિવારણ કેન્દ્રો ‘પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત’ અભિયાનને સફળ બનાવવા પ્રયાસશીલ

તા.૨૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

દાતાઓના સહયોગથી ક્ષયના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરાયું

દેશભરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૫ સુધીમાં ક્ષય નાબુદી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત’ અભિયાન કાર્યરત છે. આ અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે તથા ટી.બી.ના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની વધારે જરૂરિયાત રહેતી હોવાથી રાજકોટ જિલ્લામાં ક્ષય નિવારણ કેન્દ્રો ખાતે દાતાઓના સહયોગથી ટી.બી.ના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવે છે.

જે અન્વયે ગત તા. ૧૨ જુલાઈને બુધવારના રોજ મવડી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા તથા શહેર ક્ષય નિવારણ કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રોટરી કલબ ઓફ ગ્રેટર રાજકોટ દ્વારા શહેર ક્ષય અધિકારીશ્રી ડો. પરેશભાઈ કડિયાના અધ્યક્ષસ્થાને ૨૫ દર્દીઓને પોષણ આહારની કીટના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્રણ દર્દીઓને વ્યસનમુક્ત જાહેર કરાયા હતા. આ કાર્યક્રમમાં મવડી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડો. રાહુલભાઈ પરમારે ટી.બી.ના દર્દીઓને નિયમિત રીતે સારવાર લેવા બાબતે ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ વેકરીયા તથા શ્રી મહેશભાઇ રાચ્છ તેમજ રોટરી ક્લબ ઓફ ગ્રેટર રાજકોટના પ્રમુખશ્રી નીલેશભાઈ ભોજાણી તથા ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ચિરાગભાઈ પીપળીયા, શ્રી નિશાબેન ચૌહાણ તથા મવડી આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.

આ ઉપરાંત, ગત તારીખ ૨૨ જુલાઈને શનિવારના રોજ રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ઘનશ્યામભાઈ મહેતા તથા શહેર ક્ષય અધિકારીશ્રી ડો. પરેશભાઈ કડિયાના અધ્યક્ષસ્થાને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી સ્મિતાબેન કુમારભાઈ શાહ તરફથી તેમના પુત્રી શ્રી કૃપાબેનના જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠ નિમિત્તે સેવાભાવીશ્રીઓ કુમારભાઈ દોશી, પ્રફુલભાઈ મહેતા, કાજલબેન રાયચુરા અને ચિરાગભાઈ મોદીના હસ્તે ટી.બી.ના ૩૦ દર્દીઓને પોષણ આહારની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચાર MDR (Multidrug-resistant) ટી.બી.ના દર્દીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસરશ્રી ડો. બાદલભાઈ વાછાણી અને ડો. સમીરભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પિયુષભાઈ કેલેયા, શ્રી ગાર્ગીવભાઈ ભટ્ટ, શ્રી ધ્રુવભાઈ સહીત જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે અંદાજિત રૂ. ૫૫૦ની ન્યુટ્રીશિયન કીટમાં મગ, દાળ, ચણા, ચોળી, શીંગદાણા, દાળીયા, ખજૂર, ગોળ, ચોખા તથા દાળ જેવા પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવામાં આવે છે. ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ આપવા ઇચ્છુક સેવાભાવીઓ જૂની કલેકટર કચેરીની બાજુમાં જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર અથવા રાજમોતી ઓઇલ મીલ પાસે શહેર ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે. તેમજ વધુ વિગત માટે મો.નં. ૯૯૦૯૯ ૭૯૯૮૮ અથવા ૯૯૦૯૯ ૭૯૭૧૩ પર સંપર્ક કરી શકાશે, તેમ શહેર ક્ષય નિવારણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!