BANASKANTHAGUJARATPALANPUR

સોસાયટી ફોર બડિંગ બાયોલોજિસ્ટ તથા સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે ભારતમાતા પૂજન કાર્યક્રમ

27 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડલ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ તથા સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ ખાતે સોસાયટી ફોર બડિંગ બાયોલોજિસ્ટ તથા સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે ભારતમાતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરુઆત સમૂહ પ્રાર્થના થી કરવામાં આવી. કાર્યક્રમમાં આવેલ તમામનું સ્વાગત ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક દ્વારા કરાયું. જેમાં સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડૉ. યોગેશભાઈ ડબગર, વિશેષ ઉપસ્થિતમા ડૉ. સુરેશભાઈ પ્રજાપતિ, બાયોલોજી વિભાગના અધ્યક્ષ શ્રી ડો. મુકેશભાઈ પટેલ, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ. એસ. આઈ. ગટીયાલા, ડો. હરેશ ગોંડલીયા, ડો. અમી પટેલ ઉપસ્થિત રહ્યાં. ડૉ. ડબગર સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત વિધિ થઈ. ત્યારબાદ તેઓ દ્વારા ફક્ત ભારત ની વિવિધતા અને તેના રહેલી સાંસ્કૃતિક એકતાનું વર્ણન કર્યું તથા નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ સંરક્ષણ દ્વારા આપને રાષ્ટ્રને કઈ રીતે સમર્પિત થઈએ તે વિષય મુકેલ. સવિશેષ ઉપસ્થિત શ્રી ડૉ. સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા ભારત રાષ્ટ્રના ગૌરવશાળી ઇતિહાસ ઉદાહરણ સહિત વર્ણવ્યો તથા અફઘાનિસ્તાન થી લઈને મ્યાનમાર સુધીના ફક્ત અવશેષો જ નહિ પરંતુ સાંસ્કૃતિક વાહકો સુધીનો વિષય આવરીને વિદ્યાર્થીને ગૌરવશાળી ઇતિહાસ સાથે તેના ખાસ સંરક્ષણની સમજ પૂરી પાડી. કાર્યક્રમમાં ભારતમાતાની આરતી તથા ભારતમાતા પૂજન દરેક સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને અંતે ડૉ. ધ્રુવ પંડ્યા દ્વારા આભારવિધિ તથા સમૂહ રાષ્ટ્રગીત કરીને બધા છુંટા પડેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. ધુવ પંડ્યા દ્વારા તથા સફળ આયોજન શ્રી વિક્રમભાઈ, શ્રી કેશાભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી ઠાકરભાઈ, શ્રી કુરેશિભાઈ તથા વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!