PANCHMAHAL

UCC હટાવો,આદિવાસી બચાવો ના બુલંદ અવાજ સાથે આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

તારીખ ૧૩/૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

મોદી સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પાડવા માટે સંસદિય સત્ર માં વિધેયક લાવવાની વાત કરી છે ત્યારે સમગ્ર ભારત દેશમાં આદિવાસી સમાજ,લઘુમતિ સમાજ,વંચિત સમાજ માં નારાજગી જોવા મળી રહી છે. તેઓને આશંકા છે કે, તેમને બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા છે તે નાબુદ થઈ જશે.આથી આદિવાસી સમાજ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ આદિવાસી સમાજ ના હક્કો અને અધિકારો ના રક્ષણ માટે યુનિફોર્મ સિવિલ કોડ નો વિરોધ દર્શાવ્યો છે.આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા યુ.સી.સી. હટાવો, આદિવાસી બચાવો ના નારા સાથે ડૉ.‌બાબા સાહેબ આંબેડકર ચોક થઈ રેલી કાઢી હતી અને જિલ્લા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર”કહીં પે નિગાના, કહીં પે નિશાના”થી આગળ વધે છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા વિધેયક લાવી રહી છે તેની જાહેરાત કરી છે. પરંતુ આ વિધેયકમાં કયા મુદ્દાઓ હશે તેની કોઈ વાત કરી નથી પરંતુ સિવિલ મામલામાં સમાનતા લાવવાના મુદ્દા હોઇ શકે અને ખાસ કરીને ફેમિલી મેટર,પ્રોપરટી મેટર જેવા મુદ્દાઓ હોઇ શકે છે તેનાથી ખાસ કરીને લઘુમતિ સમાજ ને સીધી અસર કરી શકે છે અને તેઓ દ્વારા વિરોધ થાય તો ધાર્મિક કે સામાજીક ભેદભાવનો મુદ્દો બની શકે તો ચૂંટણીમાં તેની અસર દેખાય તેવી કૂટનીતિ પણ ભાજપ સરકારના માનસમાં હોય એવું નકારી ના શકાય.પરંતુ અહિં આદિવાસી સમાજ યુ.સી.સી.ના વિરોધમાં ઉભો થયો છે ત્યારે સરકાર ભીંસમાં મુકાઇ છે. આદિવાસી સમાજને ડર છે કે તેઓને બંધારણમાં જે હક્કો અનુસુચિત ૫,૬ તથા ૭૩ એ.એ.,પેસા કાનુન જેવા અધિકારો નાબુદ થઈ જશે તો તેમના અસ્તિત્વનો પણ સવાલ ઉભો થશે તેથી આદિવાસી સમાજ નારાજ થયો છે અને તેમના અધિકારો ના રક્ષણ માટે યુ.સી.સી. નો વિરોધ કરી રહ્યો છે. તેથી આમ આદમી પાર્ટી પણ આદિવાસી સમાજ સાથે રહી યુ.સી.સી. હટાવવા બાબતે તેમજ વિધેયક પર સંસદમાં ચર્ચા થાય, લોકોનો અભિપ્રાય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!