સુરેન્દ્રનગરમાં LCB ટીમે બે વર્ષથી ફરાર ગંભીર ગુનાનો આરોપી જેજરી ગામેથી પકડાયો.
તા.27/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથકે નોંધાયેલા લૂંટ, હત્યાનો પ્રયાસ, ચીટિંગ તથા હથિયાર ધારા સહીતના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગ હાથ ધરી બાતમી આધારે એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, એએસઆઈ એ વી દાફડા, વિજયસિંહ પરમાર સહિત સમગ્ર ટીમ દ્વારા પાટડી તાલુકાના જેજરી ગામેથી ઝડપી લઇ બજાણા પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જેજરી ગામના યાસીનખાન ઉર્ફે મુન્નો એલએમખાન મલેક વિરૂધ્ધ બજાણા પોલીસ મથકે છેલ્લા બે વર્ષમાં લૂંટ, હત્યાનો પ્રયાસ, ચીટીંગ સહીતના અનેક ગુનાઓ નોંધાયા હતાં આ ઉપરાંત તેની વિરૂધ્ધ હથિયારધારા સહીતના ગુનાઓ નોંધાયા હતાં આ તમામ ગુનાઓ આચરી આરોપી યાસીનખાન મલેક પોલીસથી બચવા છેલ્લા બે વર્ષથી અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી યાસીનખાન મલેક જેજરી તેના રહેણાંક મકાને આવવાનો હોવાની બાતમીમા આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે ખાનગી વેશમાં તેની ઘરની આસપાસનાં વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન આરોપી તેના ઘરે હોવાની વિગત મળતા પોલીસે દરોડો કરી યાસીનખાનને ઝડપી લઇ બજાણા પોલીસ મથકે સોંપતા વધુ પૂછપરછની કામગીરી બજાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.