વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે 20 મો મેગા રક્તદાન કેમ્પ યોજાયો
મહેસાણા જિલ્લામાં કુલ1400 કરતા વઘુ રક્ત દાતાઓએ આજના મેગા બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું છે,
બ્યુરો રિપોર્ટ -બળવતસિંહ ઠાકોર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે 20 મો મેગા રક્તદાન કેમ્પ યોજાયો
અમૂલ્ય રક્ત અમૂલ્ય જિંદગી બચાવી શકે તથા નેત્રદાન મહાદાન નેત્ર નિદાન સારવાર કેમ્પ પણ યોજવામાં આવ્યો
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વીસમો મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો . આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ ના વરદ હસ્તે રકતદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જ વતન વડનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સરકાર કેવલ પરંપરાગત કામ માટે નહીં પરંતુ એનજીઓ તરીકે કામ કરવા માંગે છે સેવાભાવી સંસ્થા તરીકે કામ કરી શકે તે માટે સમાજમાં મેસેજ આપવાની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. બેટી ભણાવવાની વાત હોય ,બેટી બચાવવાની વાત હોય ,પાણી બચાવવાની વાત હોય ,વીજળી બચાવવાની વાત હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ શરૂઆત કરી છે. દરેક ઘર વીજળી પહોંચે અને આવક થાય તે માટે સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે. કોઈ હોસ્પિટલમાં બ્લડની અછત ઊભી ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે મોડયુલર ઓપરેશન થિયેટરનુ ઓપનિંગ કરવામા આવ્યું હતું. જેના લીધે દર્દીને ઓપરેશન દરમિયાન થતા ઇન્ફેક્શન તદ્દન નહિવત થઈ જાય છે . મંત્રીશ્રીએ અન્ય મહાનુભાવો સાથે ડાયાલિસિસ વિભાગની મુલાકાત લેતા ડાયાલિસિસના વધુ પાંચ મશીનની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમ જોતા અત્યારે ટોટલ 11 ડાયાલિસિસ મશીન કાર્યરત છે અને 35 કરતાં પણ વધુ દર્દીઓ સેવા લઈ રહ્યા છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમાજમાં રક્તદાનએ મહાદાન છે અને રકતદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રક્તદાતાઓને સન્માનપત્રો અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડનગર સિવિલ હોસ્પિટલની 650 અને ઓવરરોલ જિલ્લામાં યોજાયેલા અન્ય રક્તદાન કેમ્પોમાં 1400 કરતા વઘુ ક્તદાન રક્ત દાતાઓએ આજના મેગા બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું છે,
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી હરીભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ , ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી ,જિલ્લા કલેક્ટરશ્રી એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મહેશભાઈ કાપડિયા, વડનગર સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ હર્ષિદ પટેલ તેમજ સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.