તા.૨૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા ઘટક ૧ અને ૨ માં “સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત પોષણ અંગે જાગૃતિ લાવવા માટે વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન
દાહોદ જિલ્લાના ગરબાડા ઘટક ૧ અને ૨માં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી જેમકે સગર્ભા/ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ૭ માસથી ૩ વર્ષના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પોષ્ટિક ખાધ્યોમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ રંગોળી પણ કરવામાં આવી હતી. વાનગી સ્પર્ધામાં સ્પર્ધક દ્વારા રજૂ કરવામાં આવેલ વાનગી નિદર્શનમાંથી ૧ થી ૩ નંબરને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી , તાલુકા ઉપપ્રમુખ, તાલુકા પૂર્વ પ્રમુખ, બાળ વિકાસ યોજના અધિકારી ગરબાડા ઘટક ૧-૨, તેમજ icds સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો