ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદ-વિદ્યાનગર રોડ પર 25 લાખ લાખના ખર્ચે શૌચાલય બનશે
આણંદ-વિદ્યાનગર રોડ પર 25 લાખ લાખના ખર્ચે શૌચાલય બનશેતા
તાહિર મેમણ – આણંદ – 01/10/2025 – આણંદ વિદ્યાનગર રોડ ઉપર જાહેર શૌચાલય ન હોવાથી છેલ્લાં કેટલાંય સમયથી શહેરીજનો હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. અવાર-નવાર ઉઠેલી ફરીયાદોને પગલે આણંદ મનપાએ રૂપિયા 25 લાખના ખર્ચે એપીસી સર્કલ પાસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવીન શૌચાલય તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.
મનપાએ બોરસદ ચોકડી સ્થિત જાહેર સ્થળોએ શૌચાલયનો અભાવ હોય સર્વેની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક ધોરણે બોરસદ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજ નજીક શૌચાલય તૈયાર કરી દેવાયું છે. જોકે, આણંદ-વિધાનગર રોડ ઉપર જાહેર શૌચાલયનો અભાવ હોય હવે એપીસી સર્કલ પાસે પણ આ પ્રકારનું શૌચાલય બનાવતા રાહત મળશે.