GUJARATJETPURRAJKOTUncategorized

મહોરમ નિમિત્તે રાજકોટના વિવિધ રસ્તાઓ પર વાહનોની અવર-જવર અને પાર્કીંગને પ્રતિબંધિત કરતા કમિશનરશ્રી રાજુ ભાર્ગવ

તા.૨૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

આગામી મહોરમના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેરમાં તાજિયા સરળતાથી પસાર થઇ શકે તે હેતુથી કમિશનરશ્રી રાજુ ભાર્ગવે શહેરના વિવિધ રસ્તાઓ તા.૨૮/૦૭/ર૩ના સાંજે ૮.૦૦ વાગ્યાથી તા.૨૯/૦૭/૨૩ના સવારે ૫/૦૦ સુધી તથા તા.૨૯/૦૭/૨૩ના બપોરે ૧૨/૦૦ થી રાત્રિના ૧૨.૦૦ સુધી નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે અને પાર્કીંગ માટે (સાઈકલ સહિત) પ્રતિબંધિત જાહેર કર્યા છે.

આ અનુસાર (૧) સોરઠીયા-વે બ્રીજથી જિલ્લા ગાર્ડન ચોક- રામનાથ પરા રોડથી રામનાથપરા ગરબી ચોક, કોઠારીયાનાકા પોલીસ ચોકી સુધી (૨) કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ થઈ ગુંદાવાડી પોલીસ ચોકથી કેનાલ રોડ જિલ્લા ગાર્ડન ચોક સુધી (૩) સોની બજાર રોડ કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી (૪) ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી (૫) ભુપેન્દ્રરોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ કોર્નર સુધી (૬) ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી તથા (૭) કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટીટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી.આઈ. ચોક, જયુબેલી ચોક, હરીહર ચોક, સદર ચોકી, સદર બજારથી ફુલછાબ ચોક સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે તેમજ સદર બજારમાં જરૂરિયાત મુજબ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!