GUJARATNAVSARI

નવસારીના ડાલકી ગામની પ્રેમિકાએ લગ્નની ના પાડતા મળ્યું મોંત, પોલીસે કરી આરોપીની ધરપકડ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના મરોલીના ડાળકી ગામની  20 વર્ષીય યુવતી રોજીનાબેન સાથે પ્રેમ સંબંધ ગામના બાસિત મલેક સાથે છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું  તા.3.10.2023 ના રોજ પ્રેમી બાસિત મલેક જબરદસ્તી  અપહરણ કરી બાઇક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશન પર લઈ ગયો હતો. જ્યાં લગ્ન વાત પરથી પ્રેમી સાથે થયેલા ઝઘડામાં થતાં પ્રેમીએ આ યુવતીને ધક્કો મારતાં યુવતી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના મરોલીના ડાલકી ગામની 20 વર્ષીય યુવતીને તેના જ ગામમાં રહેતો યુવાન  અબ્દુલ બાસીત મલેક કસ્તુરબા આશ્રમ નજીકથી જબરદસ્તી કરીને તેના સાથે લઈ ગયો હતો, જ્યાંથી મરોલી રેલ્વે સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ પર બન્ને વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો હતો.<span;>જોકે, રોજીનાએ બાસીત મલેક સાથે સબંધ તોડવાની વાત કરતા બાસીતે મલેક યુવતીને ધક્કો માર્યો હતો. જે બાદ યુવતી ફૂટ ઓવર બ્રિજના દાદર પરથી નીચે પટકાઈ હતી. જેમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા નવસારીની યશફિન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાય હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું, આ ઘટનાની ફરિયાદ ઇમરાનભાઈ પઠાણે ફરિયાદ નોંધાવતા પ્રાથમિક આઈપીસી કલમ 307 અને 302 મુજબ હત્યાનો ગુન્હો નોંધી વધુની તપાસ પી.આઈ પટની સાહેબ હાથ ધરી આરોપી અબ્દુલ બાસિત મલેકની ધરપકડ કરી વધુની તપાસ અર્થે રીમાન્ડ મેળવાની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!