અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી : ખાનપુર વિસ્તારમાં થઈ પસાર થતી દારૂની બે ગાડીઓ ઝડપાઈ,શામળાજી વિસ્તાર માંથી દહેગામ પોહચે તે પહેલા 6 લાખથી વધુના દારૂ સાથે 1 આરોપી ને ઇસરી પોલીસે ઝડપી પાડ્યો
ઇસરી પોલીસને ખાનપુર ગામની સીમમાં રોડ ઉપરથી કિ.રૂ. ૬,૨૫,૬૭૫/- નો પ્રોહી મુદ્દામાલ તથા બે ફોર વ્હીલર ગાડીઓ તથા મોબાઇલ ફોન નંગ-૧ સહિત કૂલ કિ.રૂ.૧૫,૨૮,૬૭૫/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો
અરવલ્લી જિલ્લામાં જ્યારથી નવા પોલિસ વડા આવ્યા છે ત્યારથી હવે દારૂના કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહયો છે અને હજુ પણ કેટલાય વિસ્તારમાં દારૂ પકડવાનો સિલસિલો યથાવત છે જેને લઇ મેઘરજ તાલુકાના ટ્રાયબલ વિસ્તાર અને રાજેસ્થાન બોડરને અડકીને આવેલ ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં કેટલીક વાર દારૂ ગુસાડવાના પ્રયત્નનો થતા હોય છે જેમાં છેલ્લા એક મહિનાથી દારૂ ના ઘુસણખોર ને અટકાવવા ઇસરી પોલિસ સફર થઇ છે
જી.કે.વહુનીયા પોલીસ ઇન્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન નાઓ તથા ઇસરી પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હકીકત આધારે મોજે ખાનપુર ગામની સીમમાં ચાર રસ્તા ઉપર થી એક સફેદ કલરની વેગેનોર ગાડી નં.RJ.12.CB.7049 તથા એક સીલ્વર કલરની સ્વીફ્ટ ગાડી નં.GJ.09.BH.7648 ની અંદર બીયર તથા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા મળી કુલ ટીન/ક્વાટરીયા નંગ- ૨૩૯૫ ની કૂલ કિ.રૂ.૬,૨૫, ૬૭૫/- ના પ્રોહી મુદ્દામાલ તથા સ્વીફ્ટ ગાડી નં.GJ.09.BH.7648 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા વેગેનોર ગાડી નંબર.RJ.12.CB.7049 ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ ની કિ.રૂ.૩,૦૦૦/- સહિત કૂલ કિ.રૂ.૧૫,૨૮,૬૭૫/-નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસરી પોલીસને પ્રોહિબીશન ને ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી- ભેરૂલાલ ઉર્ફે ભેરા સ/ઓ ધનેશ્વર લક્ષ્મણભાઈ ડામોર ઉ.વ.૩૨ રહે.પાલદેવલ તા.પાલદેવલ જી.ડુંગરપુર (રાજસ્થાન)