GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર તાલુકાનાં ડેડરવા ગામે ૩૬૦ થી વધુ ગ્રામજનોનું હેલ્થ ચેકઅપ કેમ્પ અને ટીબી સ્ક્રીનીંગ કરાયું

તા.૨૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં ડેડરવા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૩૬૦થી વધુ ગ્રામજનોએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી. જન જન સુધી પહોંચી રહેલા આ રથનું ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી અનેરૂ સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં ગ્રામજનોને ડાયાબિટીસ, બ્લડપ્રેશરની ચકાસણી કરી આપવામાં આવી હતી જેનો ૩૬૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. ટીબી જન આંદોલન અન્વયે “મારું ગામ ટીબી મુક્ત ગામ” બનાવવાં ટીબી સ્ક્રીનીંગ પણ કરી આપવામાં આવ્યું હતું. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગામની બે સશકત કિશોરી, બે તેજસ્વી વિદ્યાર્થી, બે રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી રમેશભાઈ મૂળિયાં, ઉપસરપંચશ્રી રમેશભાઈ કંડોળીયા, જિલ્લા પંચાયત સભ્યશ્રી ભુપતભાઇ સોલંકી, અગ્રણીશ્રીઓ શ્રી ગોપાલભાઈ ઠુંમર, શ્રી ગોવિંદભાઇ વાલાણી, શ્રી સિદ્ધાર્થભાઈ બુટાણી, ગ્રામ પંચાયત આગેવાનશ્રીઓ, જેતપુર મામલતદારશ્રી એ.પી.અંટાળા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરિયા, વિસ્તરણ અધિકારી ખેતીશ્રી એન.પી.બોરડ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!