GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રેમ સંબંધનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો

MORBI:મોરબી પ્રેમ સંબંધનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો

મોરબીમાં રહેતા યુવકને પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી લાતી પ્લોટ શેરી નં.૨ માં યુવતીના ભાઈ સહીત ત્રણ શખ્સો દ્વારા યુવકને આંતરી તેના ઉપર છરી, લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં યુવકને માથાના ભાગે તેમજ શરીરે મૂંઢ ઈજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે યુવક દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબી વાવડી રોડ ગણેશનગર મકાન નંબર ૧૨ માં રહેતા અમીતભાઈ સુરેશભાઈ જંજવાડીયા ઉવ.૨૧ એ આરોપી રાજનભાઇ હેમંતભાઇ ડાભી, ભરતભાઇ ડાભી તથા હેમંતભાઇ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૧/૦૫ના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં મોરબી લાતી પ્લોટ શેરી નં. ૨ માં આવી આરોપી રાજનભાઈએ અમિતભાઈને કહેલ કે ‘કેમ મારી બહેન સાથે પ્રેમ સબંધ રાખે છે’.. તેમ કહી અમિતભાઇ સાથે બોલાચાલી કરી ગાળો તથા ઢીંકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ અમિતભાઈને આરોપી રાજનભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈ છરી વડે માથાના ભાગે એક ઘા માર્યો હતો જયારે આરોપી ભરતભાઈએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે એક ઘા મારી માથામાં ઈજાઓ પહોંચાડી હતી જયારે બીજીબાજુ આરોપી હેમંતભાઇએ બંને આરોપીઓનું ઉપરાણુ લઈ અમિતભાઇ સાથે બોલાચાલી કરી ઢીંકા-પાટુનો માર મારી શરીરે મૂઢ ઇજાઓ કરતા સમગ્ર બનાવમાં ઘાયલ અમિતભાઈએ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!