PANCHMAHALSHEHERA

ગોધરા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ૧ થી ૩ ક્રમાંકે આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

********

સ્પર્ધકોએ ટેક હોમ રાશનમાંથી અને મિલેટ આધારિત વાનગીઓની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ૧ થી ૩ ક્રમાંકે આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકની આઇસીડીએસ શાખા દ્વારા જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા જિલ્લા પંચાયત હોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. (માત્ શક્તિ,બાલશક્તિ,અને પૂર્ણા શક્તિ) અને મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” યોજાઈ હતી. મિલેટ (શ્રી અન્ન )નાના દાણા વાળા ધાન્ય પાકોનું જૂથ છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી,જુવાર,નાગલી (રાગી),કાંગ,ચેણો, બંટી (સમો),કોદરી ,વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ઉત્પાદન સ્થાન ભારત છે અને તે પાકોને ભારતના પ્રચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ (શ્રી અન્ન) આરોગ્ય અને પોષણને વધારવાના અનેક ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃ શક્તિ, બાલશક્તિ અને પૂર્ણા શક્તિ) કે જે સુક્ષ્મ પોષક તત્વોથી ભરપુર છે તેનો ઉપયોગ કરીને વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. શ્રી અન્ન માંથી બનેલ વાનગીના ૧ થી ૩ નંબર તેમજ THR (ટેક હોમ રાશન)ના ૧ થી ૩ વિજેતા કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા જેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઝોન કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવશે.

જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, આઇસીડીએસના ચેરમેનશ્રી, શિક્ષણ શાખા ચેરમેનિ, શિક્ષણ સમિતિના પ્રમુખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નાયબ ડીપીઓ, મહિલા અને બાળવિકાસ અધિકારી સહિત વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!