AHAVADANG

ડાંગ:વઘઇની ટીમે રાજ્ય કક્ષાએ ખોખો અને વોલીબોલની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈની ભાઈઓ અને બહેનોની ટીમે રાજ્ય કક્ષાએ ખોખો અને વોલીબોલની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ…દેશનાં સ્વપ્નદ્રષ્ટા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો આરંભ કર્યો હતો.ગુજરાતમાં ખેલમહાકુંભ થકી ડાંગ જિલ્લામાંથી દોડવીર સરિતા ગાયકવાડ સહીત ડાંગ એક્સપ્રેસ એવા મુરલી ગાવીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામનાં મેળવી ગુજરાત સહિત ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.રમત ગમત ક્ષેત્રે ડાંગ માટે એક પછી એક સારા સારા રમતવીરો નામનાં મેળવી રહ્યા છે.ત્યારે હાલમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા આયોજીત ડી.એલ.એડ( પી. ટી. સી) અને બી.એડ કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે રાજ્યકક્ષાનો રમત ગમત મહોત્સવ યોજાયો હતો.જેમાં ડાંગ જિલ્લાની શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ અને ડી.એલ એડનાં તાલીમાર્થી બહેનોએ ખોખોની રમતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની સિદ્ધિ હાંસલ કરી છે.તથા ભાઈઓની ટીમે વોલીબોલમાં પ્રથમ ક્રમ
મેળવી ડાંગનો ડંકો વગાડ્યો છે.ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈનાં તાલીમાર્થી ભાઈઓ અને બહેનોની ટીમે રાજયકક્ષાએ પ્રથમ ક્રમ મેળવી તાલીમ ભવન સહીત જિલ્લાનું નામ રોશન કરતા વહીવટી તંત્રની ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી…

Back to top button
error: Content is protected !!