GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ ગિરનારની ગોદમાં આગામી તા. ૨૩ નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ

કલેકટર અનિલ રાણા વસિયા અધ્યક્ષ સ્થાને ગિરનારની પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા વિભાગો કચેરીઓના વડાઓની મીટીંગ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. ૨૩ નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. આગામી તા. ૨૭ નવેમ્બર સુધી લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે આજે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાથીઓ માટે એસટી વિભાગ ૧૫૦ એકેસ્ટ્રા બસ આ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી ૫૦ મીની બસ મૂકવામાં આવશે.
બીપી હાઇપર ટેન્શન અને હૃદય રોગના દર્દીઓએ ગિરનારની ટેકરીઓનું ચઢાણ કરવું હિતાવહ નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર આરોગ્ય કર્મચારી અને અન્ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆર ની તાલીમ આપવા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.
પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જુનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સુચના આપવામાં આવી હતી.
પરિક્રમા ના રૂટ પર તેમજ ભવનાથ વિસ્તારમાં કામ ચલાવ હંગામી દવાખાના પણ ઊભા કરવામાં આવશે. એક આઈસીયુ અને બે એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આજના બનાવ બને તો તાત્કાલિક આ કાબોમાં આવે તે માટે ફાયર ફાઈટર તેમજ બંધ વાહનને કારણે ટ્રાફિક નિયંત્રણ થાય તે માટે ક્રેઇન  પણ મૂકવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નાયક વન સંરક્ષક અક્ષય જોશી, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ઠક્કર, નિવાસી અધિક કલેકટર પી. જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિત આરોગ્ય, પાણી પુરવઠા, પીજીવીસીએલ કોર્પોરેશન સહિતના વિભાગના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!