આમોદ: દોરા અને કોઠી ગામની સીમમા બુલેટ ટ્રેન પ્રોજેકટમાંથી કોપર કેબલ તથા જીટી બ્રીજ પ્લેટોની ચોરી
સમીર પટેલ, આમોદ
આમોદ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમમાંથી તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યે થી તેમજ તારીખ ૨૯ મી જાન્યુઆરી ૨૦૨૫ ના સાંજના કલાક ૦૬:૩૦ કલાક દરમ્યાન બુલેટ ટ્રેન પ્રોજેકટના ચાલતાં કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રીજ પ્લેટોની અજાણ્યા ચોર કુલ ૨,૧૯,૦૦૦ નો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયાં હતાં.જેથી પોલીસે એફ.એસ.એલ.તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી.જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયા ચલાવી રહયા છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાનાં દોરા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેકટના પીલરોમાંથી કોપર કેબલ ૩૦૦ મીટર આશરે કિ.રૂ.૯૦,૦૦૦ તથા લોખડની જીટી બ્રીજ પ્લેટો નંગ ૪૩ આશરે કિ. રૂ. ૧,૨૯,૦૦૦ મળી કુલ રૂ. ૨,૧૯,૦૦૦ ની કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી પલાયન થઈ ગયો હતો.
આમોદ પોલીસે એફ.એસ.એલ.તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી.:- જે બાબતે L&T લીમીટેડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમા છેલ્લા ત્રણ વર્ષથી જય અંબેની સીક્યુરીટી એજન્સીમાં સીક્યુરીટી ઓફીસર (એરીયા મેનેજર) તરીકે ફરજ બજાવતા ઘમારામ ઉર્ફે ઘનશ્યામભાઈ ખુમાભાઈ ચૌધરી ઉ.વ.૪૨ રહે.સી-સી/૧૧,ઉમાકુંજ સોસાયટી ઝાડેશ્વર,ભરૂચ શહેર તા.જી-ભરૂચ મુળ રહેવાસી- ગાવ ખુડાલા તા.સિળધરી જી.બાડમે૨ (રાજસ્થાન) આમોદ પોલીસ મથકે ગત રોજ ચોરી અંગેની ફરીયાદ નોધાવી હતી.આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયાએ એફ.એસ.એલ.તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી.