શિનોર તાલુકાના સાધલી મુકામે 55 વર્ષથી ઉપરના લોકોનો સારવાર તથા નિદાન નો આયુર્વેદિક કેમ્પ યોજાયો,
શિનોર તાલુકાના સાધલી મુકામે પટેલ વાડી માં જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર સુધીરભાઈ જોશી તથા આમંત્રિતો અને મોટા કરાળા દવાખાનાના ડોક્ટર દેવાંશી પંડ્યા દ્વારા 55 વર્ષથી ઉપરના લોકોનો સારવાર તથા નિદાન નો આયુર્વેદિક કેમ્પ યોજાયો, જેમાં યોગ વિશે ખાસ પરિચય આપવામાં આવ્યો.
કુણાલ દરજી
સાધલી મુકામે પટેલ વાડીમાં તારીખ 8 ઓગસ્ટ 2024 સવારના 9:00 કલાકે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત વડોદરા તથા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટા કરાડા દ્વારા આયુર્વેદ અંતર્ગત 55 વર્ષ ઉપરના લોકો માટે નિદાન તથા સારવાર અને વિના મૂલ્યે દવાનો કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ખાસ પધારેલા જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશી તથા મોટા કરાળા આયુર્વેદિક દવાખાનાના ડોક્ટર દેવાંશી પંડ્યા તથા સીનીયર સીટીઝનો અને ઉપસરપંચ સંકેત પટેલ સહિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો. ડોક્ટર સુધીરભાઈ જોશી એ અગ્રણી મુકેશ બિરલાના સૂચનને સ્વીકારી ને જાહેરાત કરીકે ગ્રામ પંચાયત જગ્યા આપશે તો એક વર્ષમાં આયુર્વેદિક દવાખાનું સાધલીમાં શરૂ કરવામાં આવશે અને આયુષ્યમાન કાર્ડ બાબતે સાધલી મુકામે ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસનો લઈને કેમ્પ યોજવામાં આવશે. યોગ પરિચય માટે આવેલા યોગ કન્સ્ટ્રક્શન ક્ષમાબેન તથા કમલેશભાઈ દ્વારા યોગના આઠ અંગો બાબતે પ્રેક્ટીકલ સાથે સમજણ આપી. ડોક્ટર દેવાંશી પંડ્યા એ વર્ષાઋતુ માં પાચનશક્તિ મંદ પડે તથા શરીરમાં વાયુનો પ્રકોપ થાય ક્યારેક કયા આહાર લેવા અને કયો આહાર ના લેવો તથા પથ્ય વિહાર બાબતે જાણકારી આપી. અને આવેલા દર્દીઓને તપાસવાનું શરૂ કરી જરૂરી દવાઓ આપી અને વધુ જરૂર પડે તો મોટા કરાડા મુકામે આવેલા આયુર્વેદિક દવાખાને આવીને લઈ જવા જાણ કરી. સાધલી મુકામે રાખવામાં આવેલ આ કેમ્પને ભારે સફળતા મળી હતી.