BANASKANTHAGUJARATTHARAD

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદમાં ગુરુસભા યોજાઈ.

10 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ ખાતે તા. ૧૦/૮/૨૦૨૩ ગુરુવારના રોજ ‘ગુરુસભા : ગ્રંથપરિચય’  મણકા-૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેની કૉલેજના અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક પ્રા. ચિરાગ શર્માએ હિન્દી સાહિત્યના લોકપ્રિય કવિ હરિવંશરાય બચ્ચનના કાવ્યસંગ્રહ  *मेरी श्रेष्ठ कविताए* નો પરિચય કરાવ્યો હતો.  પ્રસ્તુત કાવ્યસંગ્રહમાંની મધુશાલાની રૂબાઈઓ તેમજ અન્ય કવિતાઓનુ ભાવવાહી પઠન તથા  આસ્વાદ કરાવી  શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.  આ નિમિત્તે વક્તાને  ”સુમન શાહની ચૂંટેલી વાર્તાઓ’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૉલેજના આચાર્ય પ્રા. ભાવિક ચાવડાએ આ કાર્યક્રમ સંદર્ભે રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિધાર્થીઓને પ્રસ્તુત પુસ્તકપરિચય  પ્રવૃત્તિમાં વક્તા તરીકે જોડાવા આહવાન કર્યું હતું. પ્રસ્તુત પ્રવૃત્તિના કો-ઓર્ડીનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. રતિલાલ કા. રોહિતે આ કાર્યક્રમનું આયોજન તથા સંયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ વિવિધ પુસ્તકોથી પરિચિત થાય, પોતે વાંચેલ પુસ્તકનો પરિચય આપતા શીખે અને વિશિષ્ટ પુસ્તકોના વાંચન તરફ વળે એવા ઉદ્દેશથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે.  પ્રસ્તુત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં અને કાવ્યોનો આસ્વાદ માણ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!