KARJANVADODARA

કરજણ નગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત

ભરૂચના પાદરિયા ગામે વીજળી પડતા કરજણ તાલુકાના 3ના મોત નીપજવા પામ્યા હતા.

નરેશપરમાર -કરજણ,

કરજણ નગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત.

ભરૂચના પાદરિયા ગામે વીજળી પડતા કરજણ તાલુકાના 3ના મોત નીપજવા પામ્યા હતા.

આમોદ પાસે આવેલાં પાદરિયા ગામ પાસે આકાશી વીજળી પડતાં ૩ લોકોના મોત થયાં છે, જયારે બે લોકો દાઝી ગયાના અહેવાલ છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામે રહેતાં ડબીબ અકબર મલેક અને શકીલ ડબીબ મલેક તથા કરજણના કરણ ગામના રહેવાસી મનિષ વસાવાના મોત થયાં છે. આ ઉપરાંત વડના વૃક્ષ નીચે ઉભેલાં અન્ય બે લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ભરૂચ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહયો છે, અને તેમાં પણ રવિવાર સાંજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં વરસેલો વરસાદ ૩ લોકો માટે મોતનું કારણ બનીને વરસ્યો હતો.કરજણ નગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, ૩ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે..

Back to top button
error: Content is protected !!