GUJARATJETPURRAJKOT

જેતપુરમાં દેરડી રોડ પર ટેન્કરચાલકે સાઇકલને હડફેટે લેતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું.

તા.૧૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર શહેરના દેરડી રોડ ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ટેન્કરચાલકે એક સાયકલ ચાલકને હડફેટે લીધો હતો. જેમાં સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતના સમગ્ર બનાવને લઈને જેતપુર શહેર પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી અને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરના દેરડી રોડ પર આજે સવારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે સાયકલ ચાલકને હડફેટે લીધો હતો. સાઇકલ સવાર દેરડીથી દેરડી આવાસ યોજના તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવતા ટ્રકે સાઇકલ સવારને હડફેટે લેતા સાઇકલ સવાર સની મહાવીર ચૌધરી ઉ.વ.45 નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને જેતપુર પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી. મૃતકના મૃતદેહને PM અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેતપુર શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!