LAKHTARSURENDRANAGAR

લખતર વિરમગામ હાઈવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત 

તા.14/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ખાતે લખતર અને વિરમગામના હાઈવે પર વધુ એક અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું છે અને આ ઘટનામાં એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જ્યારે એક મહિલાનું ધટના સ્થળે મોત નિપજ્યું છે અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારમાં લોકો તેમની મદદ કરવા માટે ઊભા રહી ગયા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.લખતરથી વિમગામ હાઈવે પર અવાર નવાર અકસ્માતો થયા છે અકસ્માતોમાં આપણે ત્યાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા પણ છે હાલમાં જ શનીવારે મોડી રાત્રે છરાદ ગામના પાટીયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો અહીં એક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો છારદ ગામના પાટીયા નજીક એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ટ્રેક્ટરની પાછળ ઘૂસી ગઈ હતી અકસ્માતને કારણે પુરુષ ગંભીર રીતે ઘવાયો હતો જ્યારે એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું આ અકસ્માતને પગલે હાઈવે પરથી જતા ઘણા લોકો ઈજાગ્રસ્તની મદદ માટે રોકાઈ ગયા હતા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માત ની જાણ થતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી પોલીસે આ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!