GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વતની વૈધ દયાળજી પરમારને આયુર્વેદ ક્ષેત્ર માટે કરેલ વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત.

TANKARA:ટંકારાના વતની વૈધ દયાળજી પરમારને આયુર્વેદ ક્ષેત્ર માટે કરેલ વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત.

મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે કે આ વર્ષે કેન્દ્ર સરકારે જે 8 ગુજરાતીઓને *પદ્મ પુરસ્કાર* અર્પણ કરવાની જાહેરાત કરી છે, તેમાં ટંકારા નિવાસી *દયાલ મુનિ આર્ય (પૂર્વનામ દયાળજી માવજીભાઈ પરમાર)* નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પૂર્વજોનો પરંપરાગત દરજીકામનો વ્યવસાય કરતા કરતા સ્વઅધ્યયન કરી પોતાને શિક્ષિત કરીને *જામનગર આયુર્વેદ યુનિવર્સિટી* માં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને આયુર્વેદ પર જીવનભર રિસર્ચ કરીને આયુર્વેદ પર અનેક ગ્રંથોની રચના કરી. આ પુસ્તકો આજે ભારતની અનેક આયુર્વેદ યુનિવર્સિટીઓ માં પાઠ્યપુસ્તક તરીકે પસંદ પામ્યા છે.

ટંકારામાં જન્મ અને નિવાસ હોવાથી બાળપણથી જ તેઓ મહર્ષિ દયાનંદના જીવન અને કાર્યોની પ્રભાવિત થયા અને આર્ય જગતના અનેક વિદ્વાનો અને સન્યાસીઓના સંપર્કમાં આવ્યા.

એક આદર્શ ગૃહસ્થી હોવાની સાથે સાથે પોતાના દીર્ઘ જીવનમાં દયાલ મુનીજી એક મહાન ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, વક્તા, લેખક, સંપાદક, અનુવાદક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ જેવી અનેક બહુઆયામી ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવીને એક વિરલ વિભૂતી તરીકે ઉભરી આવ્યા છે. સેવાનિવૃત્તી બાદ આપ ટંકારામાં વાનપ્રસ્થ જીવન વ્યતીત કરી રહ્યા છો.

આપે આયુર્વેદ સાહિત્ય ઉપર ચરક, સુશ્રૃત, માધવ નિદાન પર ૧૮ પુસ્તકો તૈયાર કર્યા છે, જેનો બી.એ.એમ.એસ.ના વિદ્યાર્થીઓ આજે ટેકસબુક અને સંદર્ભગ્રંથો તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત આયુર્વેદ વિષય પર અનેક સંશોધનપત્રો અને લેખો તૈયાર કર્યા છે.

સેવાનિવૃત્ત જીવનમાં આર્યસમાજ ટંકારા દ્વારા સંચાલિત ચિકિત્સાલયમાં કોઈ વેતન કે ફી લીધા વિના ટંકારા વિસ્તારના અસંખ્ય દર્દીઓની સેવા કરી છે. આ ઉપરાંત, હજારો પૃષ્ઠોમાં ચારેય વેદોના ભાષ્યોનો ગુજરાતીમાં અનુવાદ કરીને આપે ગુજરાતની વૈદિક ધર્મપ્રેમી જનતા પર મહાન ઉપકાર કર્યો છે.

આયુર્વેદના ક્ષેત્રમાં અને વૈદિક ધર્મના પ્રચાર-પ્રસારમાં આપના યોગદાનની કદર કરીને કેન્દ્ર સરકારે આપશ્રી ને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવાનો જે નિર્ણય લીધો છે તે સ્વાગત યોગ્ય છે.

પ્રભુ કૃપાથી સપરિવાર આપના ચરણોમાં બેસીને આપની જીવનયાત્રાના પ્રસંગો અને રોચક સંસ્મરણો સાંભળવાના અનેક અવસર મને મળ્યા છે. આજે રાષ્ટ્રીય સ્તરે આપ પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત થઈ રહ્યા છો ત્યારે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!