JETPURRAJKOT

નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ

તા.૧૪ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેર તથા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મિટિંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી, જેમાં જિલ્લાની સસ્તા અનાજ કરિયાણાની દુકાનો ખોલવા અંગેની આવેલી અરજીઓની મંજૂરી સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી.

જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી અવની હરણએ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામ, ગોંડલ તાલુકાના હડમતાળા, પાટીયાળી, અનીડા (ભાલોડી) તથા વાસાવડ સહિતના ગામોમાં રેશનિંગની બંધ પડેલી દુકાનો ફરી શરૂ કરવા માટેની કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ મિટિંગમાં કલેક્ટરશ્રીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો થાય તે માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મીટિંગમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યશ્રી રમાબેન માવાણી, કાનૂની માપ વિજ્ઞાન કચેરીના મદદનીશ નિયંત્રક શ્રી, જિલ્લા સહકારી મંડળીના રજીસ્ટ્રાર શ્રી વિશાલ કપુરિયા, પુરવઠા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!