MORBI

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ જિલાના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ જિલાના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

“મોરબીમાં સ્યુસાઈડ બાબતે બાળકોને શાળા કક્ષાએથી જ માર્ગદર્શન આપવું”-મોરબી પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાના

મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષાબેન ચંદ્રાના અધ્યક્ષસ્થાને આજરોજ મોરબી જિલ્લા સેવા સદનમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન થયેલ નુકશાનની ચર્ચા કરી મોરબી જિલ્લાના સાંપ્રત મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અનુસાર મોરબી જિલ્લામાં આશરે ૯૪% વાવેતર થઈ ચુક્યું છે ત્યારે વાવેતરમાં ઉપયોગી એવું પાણીને ખેડૂતો સુધી ૧૦૦% પહોચેં તે માટે સુચના આપી હતી. ઉપરાંત મોરબી જિલ્લાના ડેમની જળ સપાટી અંગે પણ ચર્ચા કરવામા આવી હતી.

આ સમીક્ષામાં તેમણે બિપરઝોય વખતે થયેલ PGVCL, રસ્તા, નાળા, મત્સય ઉદ્યોગ, નવલખી પોર્ટ, કારખાના વગેરે જગ્યા એ જે નુકશાન થયું છે તેની જિલ્લા દ્વારા ભરપાઈ કરવામાં આવી રહી છે તેમ જણાવી, હળવદ તાલુકામાં આરોગ્ય અધિકારીની નિમણુંક કરી તાલુકાને આરોગ્ય ક્ષેત્રે મજબૂત બનાવવા માટે સુચનો કરવામાં આવ્યા હતા, આ સાથે વધતા જતા ટીબીના કેસને ધ્યાનમાં લઈને તેનું ૧૦૦% નિરાકરણ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

જિલ્લાની તમામ સગર્ભા અને ૫ વર્ષ સુધીના બાળકોને ન્યુટ્રીશનનો પુરતો લાભ મળી રહે તે માટે તેઓને સહમત કરવા માટેના પગલા લેવા માટે જણાવવામાં આવ્યુ હતું. સાથોસાથ મોરબી જિલ્લામાં વધી રહેલા આત્મહત્યાના કેસ પર નજર નાખતા આ મુદ્દા પર ગંભીર ચર્ચા કરી ઊંડાણપુર્વક સર્વે કરી કાઉન્સિલીંગ અને સેમિનાર આયોજીત કરી લોકોને જાગૃત કરવા તેમજ બાળકોને શાળાનાં અભ્યાસ દરમ્યાન જ આત્મહત્યા ન કરવા માટે જ્ઞાન આપવા માટે જણાવવામાં આવ્યું હતું.

ઉપરાંત શાળાનો અભ્યાસ છુટી ગયેલા બાળકોનો ફરી શાળા પ્રવેશ કરાવવા અને વિકસતી જાતીના બાળકો વધુ ને વધુ અભ્યાસ કરે તે માટેના જરૂરી તમામ પગલા ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલિસ વડાશ્રી રાહુલ ત્રીપાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશીતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે વગેરે અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!