INTERNATIONAL

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ બીજી પૃથ્વીની શોધ કરી !!!

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ બીજી પૃથ્વીની શોધ કરી છે, જ્યાં પાણીથી ભરેલા મહાસાગર હોવાના સંકેતો પણ મળ્યા છે. નાસાએ દાવો કર્યો છે કે તેના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે (James Webb Space Telescope)એ આ સિદ્ધિ હાંસલ કરી છે, આ ટેલિસ્કોપે સૂર્યમંડળની બહાર દૂરના ગ્રહ એટલે કે એક્સોપ્લેનેટનું નિરીક્ષણ કર્યું છે, અને તેના ડેટા દર્શાવે છે કે આ બીજી પૃથ્વીની સપાટી પાણીથી ઢંકાયેલી હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ એક્સોપ્લેનેટના વાતાવરણમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ (Methane and Carbon Dioxide) ની હાજરી શોધી કાઢી છે.

એવો અંદાજ છે કે આ ગોળો પૃથ્વી કરતાં લગભગ 8.6 ગણો મોટો છે- જે પૃથ્વી અને નેપ્ચ્યુનના કદની વચ્ચે છે. હાઇડ્રોજનથી ભરપૂર વાતાવરણની નીચે પાણીના મહાસાગરના અસ્તિત્વ વિશે પણ અટકળો છે. આ સાથે જ આ ગ્રહ પર એક રસાયણ મળ્યું છે જે સંભવિત જીવન તરફ ઈશારો કરે છે.

જેમ્સ વેબ ટેલિસ્કોપના સિગ્નલો સૂચવે છે કે K2-18b એક હાઇસીન એક્સોપ્લેનેટ (Hycean Exoplanet) હોઈ શકે છે, જ્યાં હાઈડ્રોજનથી ભરપૂર વાતાવરણ છે અને તે મહાસાગરથી ઢંકાયેલું પણ હોઈ શકે છે. નાસાએ તેની વેબસાઈટ પર માહિતી આપી છે કે, હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ વસવાટ કરવા યોગ્ય વાયુમંડળની વિશેષતાઓ વિશેની પ્રાથમિક માહિતી મેળવવામાં આવી છે.

આ નવી શોધે ભવિષ્યના સંશોધન માટે વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી છે, અને સૌરમંડળ વિશેની તેમની સમજને ઘણી હદ સુધી બદલી નાખી છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓ માને છે કે આ ઘટના એક્સોપ્લેનેટ પર જીવનની શોધ તરફ નવી આશાઓ ઊભી કરે છે.

K2-18b રહેવા લાયક વિસ્તારમાં ઠંડા અને નાના તારા K2-18ની પરિક્રમા કરે છે, જે આપણી પૃથ્વી કરતા 120 પ્રકાશ વર્ષની દૂરી પર છે. K2-18b જેવા દૂરના ગ્રહો એટલે કે, એટલે કે એક્ઝોપ્લેનેટ, સૌરમંડળની કોઈપણ વસ્તુથી ખૂબ જ અલગ છે, જેનું કદ પૃથ્વી અને નેપ્ચ્યુનની વચ્ચે છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સૌરમંડળની નજીક રહેલા ગ્રહોની અછતને કારણે ઘણીવાર તેમને ઓછું મહત્વ આપવામાં આવે છે. જો કે, તેમના વાતાવરણને લઈને ખગોળ વૈજ્ઞાનિકો વચ્ચે સક્રિય ચર્ચા થાય છે.

આ પરિણામો વિશે જાણકારી આપનારા કેમ્બ્રિજ યૂનિવર્સિટીના ખગોળશાસ્ત્રી નિક્કૂ મધુસૂદને જણાવ્યું કે ‘પરંપરાગત રીતે, આ એક્સોપ્લેનેટ પર જીવનની શોધ મુખ્ય રીતે નાના ખડકાળ ગ્રહો પર કેન્દ્રિત રહી છે. પણ મોટા હાઈસીન એક્સોપ્લેનેટ વાયુમંડળીય ધારણા માટે અત્યંત યોગ્ય છે.’

અહીં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડની હાજરી અને એમોનિયાની અછત એ વૈજ્ઞાનિક વિચારને મજબૂત બનાવે છે કે K2-18 bમાં હાઇડ્રોજનથી લેસ વાતાવરણની નીચે પાણીનો મહાસાગર પણ હોઈ શકે છે.

નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે પહેલીવાર વર્ષ 2015માં K2-18 bની શોધ કરી હતી અને ત્યારથી હાથ ધરાયેલા સંશોધનોએ તેમાં જીવનની શક્યતા દર્શાવી છે. 2019માં, હબલ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને સંશોધકોએ શોધ્યું કે K2-18bના વાતાવરણમાં પાણીની વરાળ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!