ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : મેઘરજ પોલીસે લિસ્ટેડ બુટલેગર હિમાંશુ ઉર્ફે અશુ ભગોરાને હિંમતનગર સહકારી જીન નજીક એપાર્ટમેન્ટમાંથી દબોચી લીધો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજ પોલીસે લિસ્ટેડ બુટલેગર હિમાંશુ ઉર્ફે અશુ ભગોરાને હિંમતનગર સહકારી જીન નજીક એપાર્ટમેન્ટમાંથી દબોચી લીધો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મેઘરજ પોલીસે બે-બે જીલ્લાની પોલીસને હંફાવતાં બુટલેગરને હિંમતનગર સહકારી જીન નજીક આવેલ એપાર્ટમેન્ટ માંથી ઉઠાવી લેતા બુટલેગર ચોંકી ઉઠ્યો હતો મેઘરજ પોલીસે બુટલેગર ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મેઘરજ પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પીઆઈ કે.એસ.પટેલ અને તેમની ટીમે બાતમીદારો સક્રિય કરી મેઘરજ પોલીસ સ્ટેશનના ગુન્હામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરતા મેઘરજ પોલીસ સ્ટેશન અને ગાંધીનગર જીલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપનાર આરોપી હિમાંશુ ઉર્ફે અશુ શંકર ભગોરા (રહે,નવાઘરા-કુણોલ) હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં આવેલ મેપલ એપાર્ટમેન્ટમાં હોવાની બાતમી મળતા મેઘરજ પોલીસ તાબડતોડ પહોંચી બુટલેગરને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા એક વર્ષથી હરતા ફરતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા મેઘરજ પોલીસે બુટલેગર હિમાંશુ ઉર્ફે અશુ ભગોરાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!