GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લામાં રાજપીપળા અને દેડિયાપાડામાં ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસ

નર્મદા જિલ્લામાં રાજપીપળા અને દેડિયાપાડામાં ઉજવાશે વિશ્વ આદિવાસી દિવસ

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને ૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ

રાજપીપલા : જુનેદ ખત્રી

આગામી ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા ખાતે રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મી, ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને નર્મદા જિલ્લામાં ૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૩નાં કાર્યક્રમોનું આયોજન નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કેમ્પસમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતા અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આદર્શ નિવાસી શાળા-દેડિયાપાડા કેમ્પસમાં ખાતે કેબીનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાનાર છે.

આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહિત જિલ્લાનાં જુદા જુદા વિભાગો, ખાતાઓ, કચેરીઓ દ્વારા ટ્રાયબલ સબ પ્લાનની વિવિધ યોજનાઓ બજેટ આધારિત અમલમાં મુકાઇ છે. શાખાઓનાં સંબંધિત અધિકારીઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરતાં અમલીકરણ અધિકારીઓ કાર્યક્રમમાં સંપૂર્ણ સાથ સહકાર આપીને કાર્યક્રમોમાં સોંપાયેલી કામગીરીઓને સુચારૂ રીતે અયોજીત કરી તેની પૂર્વ તૈયારીઓ હાથ ધરીને શાનદાન અને યાદગાર તેમજ શાંતિપુર્ણ મોહોલમાં, સુવ્યવસ્થિત, આનંદ ઉલ્લાસ સાથે પરીપુર્ણ કરવાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની પૂર્વ તૈયારી કરીને આ દિવસે લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ,પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા આહવાન કર્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!