CHUDASURENDRANAGAR

ચુડામા બજારમાંથી લાવેલો કેરીનો રસ પીધા બાદ પરિવારના સભ્યોની તબીયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડાયા.

તા.19/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચુડા તાલુકાના મોજીદડ ગામે ફૂડ પોઈઝન થતાં સાત વ્યક્તિઓનું આરોગ્ય લથડ્યુ હતું ત્યારે સાતે સાત વ્યક્તિઓને ત્રણ 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીંબડી હોસ્પિટલથી મળતી માહિતી મુજબ તેમજ પરિવારજનોની પાસેથી મળતી માહિતી મુજબ રાતના સમયે કેરીનો રસ વધતા આ રસ ફ્રીજમાં મુકયો હતો અને ફ્રીજમાં મુકેલ સવારે રસ પિતા આ ફૂડ પોઈઝન થય જવા પામ્યું હતું ત્યારે 108 ના ઇએમટી જે ત્રણ 108 ના ડ્રાઇવર અરવિંદસિંહ ચૌહાણ, એચ એસ રાણા, દેવેન્દ્રસિંહ વાઘેલા, ઇએમટી શક્તિસિંહ ધોળકિયા, અને સંજયભાઈ સોલંકી, દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ફૂડ પોઈઝનનો શિકાર થયેલ વ્યક્તોના નામની વાત કરવામાં આવે તો વર્ષાબેન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.૪૦, હેતલબેન પ્રવીણભાઈ જાદવ ઉ.૩૨, ધરમભાઈ બટુકભાઈ જાદવ ઉ.૩૫, અક્ષયભાઈ ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.૮, બટુકભાઈ જગમાલભાઈ જાદવ ઉ.૬૫, અવનીબેન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.૧૨, ઋતુબેન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.૧૪, ત્યારે તાત્કાલિક અસરથી લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે આ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અને ફરજ પરના તબીબે ફૂડ પોઈઝન થયું હોવાનું જણાવ્યું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!