NAVSARI

નવસારી જિલ્લાના અસંગઠિત ક્ષેત્રના કામદારો ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે નોંધણી કરાવો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે.
ઈ શ્રમ કાર્ડ ના ફાયદા
ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે. જાગૃતિના અભાવે ઘણા કામદારો યોજનાનો લાભ મેળવવાની તક ગુમાવી રહ્યા છે. ઇ-શ્રમ કાર્ડના ફાયદાઓ વિશે થોડુ જાણીએ . ..
જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે તેઓ ઇ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા પાત્ર છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો,શાકભાજી અને ફળ વિક્રેતાઓ, સ્થળાંતર કામદારો,શેરક્રોપર્સ ઈંટ ભઠ્ઠાના કામદારો, માછીમાર સો-મિલના કામદારો, પશુપાલન કામદારો, બીડલ રોલિંગ, લેબલીંગ અને પેકિંગ, સુથાર રેશમ ખેતી કામદારો, મીઠું કામદારો, ટેનરી કામદારો,મકાન અને બાંધકામ કામદારો, લેધરવર્કર્સ, દાયણો, ઘરેલું કામદારો, વાળંદ,અખબાર વિક્રેતાઓ, રિક્ષાચાલકો, ઓટો ડ્રાઈવરો, રેશમ ખેતી કામદારો, હાઉસ મેઇડ્સ, સ્ટ્રીટ વેન્ડર્સ, આશા વર્કર અરજી કરી શકે છે.
ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટે ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ. આવકવેરો ભરનાર ન હોવો જોઈએ. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ. જેમાં આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂા. ૨ લાખ ની સહાય, આંશિક અપંગતતા ના કિસ્સામાં એક વર્ષ માટે રૂા. ૧ લાખ ની સહાય મળી શકે છે.
ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે www.eshram.gov.in પર જોઇ નોંધણી કરાવી શકાશે. તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઇ-ગ્રામ સેન્ટર જઇને નોંધણી કરાવી શકાશે તેમ મદદનીશ શ્રમ અધિકારી, નવસારી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!