ANJARKUTCH

તાલુકા કક્ષાનો ઈનોવેશન ફેર બી.આર.સી.ભવન અંજાર ખાતે યોજાયો.જેમાં અંજારના ૧૬ કલસ્ટરના કુલ ૨૫ ઈનોવેટર્સ શિક્ષકશ્રીઓએ ભાગ લીધો.

15-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર કચ્છ :- તાલુકા કક્ષાનો ઈનોવેશન ફેર બી.આર.સી.ભવન અંજાર ખાતે યોજાયો.જેમાં અંજારના ૧૬ કલસ્ટરના કુલ ૨૫ ઈનોવેટર્સ શિક્ષકશ્રીઓએ ભાગ લીધો હતો.જેમાં પ્રાથમિકમાં ૧૯ અને માધ્યમિકમાં ૬ કૃતિઓ રજુ થઈ હતી.નિર્ણાયકશ્રીઓ હરીશભાઈ દરજી,આચાર્યશ્રી,વિવેકાનંદ હાઈસ્કુલ,મયુરભાઈ પટેલ,બી.આર.સી.અંજાર,પિયુષભાઈ ડાંગર,સી.આર.સી.અંજાર ૧૧,રઘુભાઈ વસોયા,મ.શિ.અંજાર.ન.પા.શાળા નં.૩,વિરલભાઈ ભટ્ટ,મ.શિ.ભીમાસર પ્રા. શાળા દ્વારા દિન-૨ તા.૧૨/૦૯/૨૦૨૩ અને ૧૩/૦૯/૨૦૨૩ સુધી દરેક ઈનોવેટર્સની કૃતિનું પ્રેઝન્ટેશન વિડીઓ અને પી.પી.ટી.ના માધ્યમથી શિક્ષકશ્રીઓએ કર્યું હતું જેનું મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ ૫ કૃતિ પસંદ કરી હતી.જે જિલ્લા કક્ષાનાં ઈનોવેશન ફેરમાં જશે. જેમાં પ્રાથમિકની ૩ કૃતિ અને માધ્યમિકની ૨ કૃતિ રહેશે.પ્રાથમિકમાં પાદરાઈ વિરલભાઈ,મ.શિ.,મીઠા પસવારીયા પ્રા.શાળા,ક્રિષ્ટી જોઈશબેન,મ.શિ.અંજાર ન.પા.શાળા નં.૨,વાઘેલા વૈશાલીબેન,મ.શિ.અંજાર ન.પા.શાળા નં.૩ તેમજ માધ્યમિક વિભાગમાં ડાંગર સોનલબેન,આચાર્યશ્રી,સાપેડા માધ્યમિક શાળા અને ઝાલા ઋતુરાજસિંહ,મ.શિ.કે.કે.એમ.એસ.ગર્લ્સ હાઈસ્કુલ.તમામ માટે બંને દિવસે ચા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રમાણપત્ર આપીને પુરસ્કૃત કરાયા હતા.તમામ વ્યવસ્થા નારણભાઈ રામ, સી.આર.સી. દેવળીયા અને મહેશ દેસાઈ,સી.આર.સી.ભીમાસરે સંભાળી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લોક એમ.આઈ.એસ. પ્રિતેશભાઈ જોશી અને તમામ બ્લોક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!