નવસારી તાલુકાના ૫૦ પદાધિકારીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામની એક્ષ્પોઝર વિઝિટ લીધી.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આ મુલાકાતોથી પ્રતિનિધિશ્રીઓને અન્ય પંચાયતમાં થતી સફળ કામગીરીને સમજવાની પ્રેરણા મળે છે.
નવસારી,તા.૨૧: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) ના ભાગરૂપે, પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે પંચાયતના પ્રતિનિધિશ્રીઓ માટે એક્ષ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે નવસારી તાલુકાના કુલ ૫૦ જેટલા પદાધિકારીશ્રીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે એક્ષ્પોઝર વિઝિટ લીધી હતી.
આ એક્ષ્પોઝર વિઝિટથીથી પદાધિકારીશ્રીઓ અનુભવોના વિનિમય દ્વારા પંચાયતો વહિવટી કામોમાં ઉભી થતી મુશ્કેલીઓ કેવી રીતે દુર કરી શકાય તે જાણવાની તક મળે છે. વધુમાં આ મુલાકાતોથી પ્રતિનિધિશ્રીઓને અન્ય પંચાયતમાં અમલમાં મુકાતી સફળ કામગીરીને સમજવાની પ્રેરણા મળે છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં મોરા ગામ ખાતે થયેલ સફળ મુલાકાતમાં મોરા ગામનાં સરપંચશ્રી ભરતભાઇ પટેલ અને તલાટી ક્મ મંત્રીશ્રી પ્રભાતભાઇ દેસાઇએ ગ્રામમા થયેલ વિકાસ કામો અને ઉપલ્બધ સુવિધાઓ જેમ કે, પીવાના પાણી માટેનુ એ.ટી.મ મશીન, સીસીટીવી થી સુસજ્જ ગામ અને ગામના દરેક વ્યક્તિને વપરાશ માટે પુરતુ પાણી મળી રહેએ માટેની વોટર સિસ્ટમ વિગેરેની માહિતી આપી હતી. આ મુલાકાતમાં જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી અરવિંદભાઇ પાઠક અને તલાટી ક્મ મંત્રીશ્રીઓ સહિત ૫૦ જેટલા વિવિધ પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો હતો.