GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વડાલી તાલુકાના છાવણી ગામે પ્રાથમિક શાળા માં વિપુલભાઈ લોનવાલા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું 

તા.૯/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા, વડાલી તાલુકાના છાવણી ગામે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા તથા જિગરભાઈ દવેના નેતૃત્વ હેઠળ વૃક્ષા રોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં 50 થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ વડાલી તાલુકાના છાવણી ગામે વિપુલભાઈ લોનવાલા ઈડર તાલુકાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે પ્રમુખ જિગરભાઈ દવે એ જણાવ્યું હતું કે, “વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે.આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ.”

આ કાર્ય ને પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે, “આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.” નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે.તેવું જાણવા મળ્યું હતું

Back to top button
error: Content is protected !!