BHILODAGUJARAT

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પો.સ્ટે. ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સી.એન.જી.રીક્ષા સહીત એક આરોપીને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પો.સ્ટે. ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સી.એન.જી.રીક્ષા સહીત એક આરોપીને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો

ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગ અને વાહનચેકિંગમાં હતા. દરમ્યાન અ.હે.કો.રાજેશકુમાર કાન્તીભાઇ બ.નં.૩૮૩ તથા એ.એસ.આઇ.નરેશસિંહ દીપસિંહ બ.નં.૩૨૭ નાઓને બાતમી હકીકત મળેલ કે,ગઈ તા.૦૮/૦૩/૨૦૨૫ના રોજ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોસ્ટે ખાતે નોંધાયેલ પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૦૨૫૦૧૦૬/૨૦૨૫ બી.એન.એસ.ની ક.૩૦૩(૨) મુજબનો રીક્ષા ચોરીનો ગુન્હો દાખલ થયેલ છે. અને સુંદર ચોરીમાં ગયેલ બજાજ કંપનીની સી.એન.જી.રીક્ષા લઇ એક ઇસમ રાજસ્થાન તરફથી આવી ભિલોડા થઇ ઇડર તરફ જનાર છે.જે હકીકત આધારે પો.ઇન્સ સાની સૂચના મુજબ ભિલોડાથી ઇડર જતા રોડે ઘાટી ગામની સીમમાં રોડ ઉપર વોચ-નાકાબંધી ગોઠવી એક ઇસમ અનિલકુમાર શંકરલાલ ભગોરા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે.કડીયાનાલા (પાટીયા) પંચાયત નયાગાવ તા.ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન વાળાને સદર ચોરીમાં ગયેલ સી.એન.જી.રીક્ષા સહીત પકડી પાડવામાં આવેલ નંબર વગરની સી.એન.જી.રીક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૦/-ની અમદાવાદ ખાતેથી ચોરી થયેલ હોવાની ખાત્રી કરી ઇસમને ચોરીના મુદ્દામાલ રીક્ષા સહીત પકડી અમદાવાદ વસ્ત્રાપુર પો.સ્ટે. જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ ભિલોડા પોલીસે હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અમદાવાદ ખાતેથી ચોરી થયેલ સી.એન.જી.રીક્ષા કિ.રૂ.૧.૫૦,૦૦૦/-ને આરોપી સહીત પકડી પાડી

Back to top button
error: Content is protected !!