BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાયો
13 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ‘રાષ્ટ્રીય સેવા યોજના’ (N.S.S) યુનિટ દ્વારા “તિરંગા યાત્રા” યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શિક્ષણ સમિતિના સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરી, શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી, સમગ્ર સ્ટાફગણ તથા રાષ્ટ્રીય સેવા યોજના યુનિટના સ્વયંસેવકો અને શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવી સમગ્ર યાત્રાને દેશભક્તિના રંગે રંગી દીધી હતી.