MORBIMORBI CITY / TALUKO

દિવ્યાંગો માટે મોરબી જિલ્લા નાં પ્રથમ વોકેશનલ સેન્ટર નો શુભ પ્રારંભ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા *સક્ષમ* મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલ માં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની વ્યવસ્થા દાતાઓના સહયોગ થી ઉપલબ્ધ થશે

માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા એ મોરબી માં દિવ્યાંગ માટે ઉત્થાન અને ઉત્કર્ષ ના અભિગમ ને બિરદાવ્યો હતો અને આગામી સમય માં મોરબીમાં જ દિવ્યાંગો ને તેના ક્ષેત્રો માં આગળ વધવાના પ્રયત્નો માં તેની સાથે છે તેવું જણાવ્યુ હતુ મોરબી માં પણ આ ક્ષેત્રે પ્રયત્નો થશે તેનો હુંકાર કેળવણીકાર અને શિક્ષણવિદ્ શ્રી જયંતીભાઈ રાજકોટિયા એ વ્યક્ત કર્યો હતો, સાથે દિવ્યાંગો ના પુનર્વસન ઉપર ભાર મુક્યો હતો,

વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરમાં- પેપર બેગ , ફેન્સી શોપિંગ પેપર બેગ,પેપર ડીસ, મીણબત્તી ,રૂ ની આડી-ઉભિ દિવેટ, ,કોડીયા ડેકોરેશન, , તથા ડિજિટલ લાઈબ્રેરી તેમજ અન્ય પ્રવૃત્તિઓની નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે ,18 વર્ષ થી ઉપરના દિવ્યાંગજનો ને નિઃશુલ્ક તાલીમ ભોજન અને હોસ્ટેલ વ્યવસ્થા ઉપલબ્ધ થશે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!