SABARKANTHAVIJAYNAGAR

વિજયનગર ના પુણ્યશીલા અને હાથમતી નદીઓના સંગમ પાસે પુલની લંબાઈ વધારવા સ્થાનિકોની માંગ

સાબરકાંઠા…

વિજયનગર ના પુણ્યશીલા અને હાથમતી નદીઓના સંગમ પાસે પુલની લંબાઈ વધારવા સ્થાનિકોની માંગ. વિજયનગર ના ચિઠોડા, ચિત્રોડી,વીરપુર થી ભિલોડાને જોડતા રસ્તા ઉપર બનતા પુલની લંબાઈ વધારવા સ્થાનિકોની માંગ હાલના સ્ટ્રક્ચર મુજબ પુલ બનશે તો ૨૫ થી વધુ ખેડૂતોની જમીનોમાં ધોવાણ થવાની દહેશત વરતાઈ રહી છે…

વિજયનગર તાલુકામાં પુણ્યશીલા અને હાથમતી નદીઓ જ્યાં મળે છે એવા સ્થળે હાલ રૂ.૧.૫૦ કરોડના ખર્ચે પુલનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ આ પુલની હાલની લંબાઈ ઓછી હોઇ પુરના પાણી કાંઠાના ૨૫ થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે તેમ હોઈ આ ફળદ્રુપ જમીનો કોતરોમાં ફેરવાઈ જવાની દહેશત હોઈ આખા સ્ટ્રક્ચર ની ડિઝાઇન બદલવામાં એવી રજુઆતો માટે નદી ઉપર ભેગા થયા હતા અને આ કામ સામે વિરોધ પ્રદર્શિત કરી હોબાળો મચાવ્યો હતો.આમછતાં કોઈ નહિ સાંભળે તો આંદોલન કરવા મજબૂર બનવું પડશે
એમ સ્થાનિકોએ જણાવ્યું હતું. ચિઠોડાથી ચિત્રોડી- વીરપુર થઈ ભિલોડા જોડતા આ રોડ ઉપર પુલ બને છે.15 કિલોમીટર જેટલો રસ્તો ટૂંકો પડે તેમ છે.જેને લઈને આ માર્ગ ઉપર ટ્રાફિક પણ ઘણો વધારે રહે તેમ હોઈ પુલ જરૂરી છે પણ હાલના સ્ટ્રક્ચર પ્રમાણે બને તો કાંઠાના ખેડૂતોની જમીનોમાં નુકસાન થાય તેમ હોઈ સંભવિત અસરગ્રસ્ત ખેડૂતો આ સ્થળે આવી આ પુલ બન્ને સાઇડે વધુ સ્લેબ સાથે લંબાવવા માંગણી કરી હાલના સ્ટ્રક્ચરનો વિરોધ કરી રહ્યા છે.આ પુલનું કામ ૧૬.૯.૨૦૨૩ સુધી પૂર્ણ કરવાનું હોઈ, એ પહેલાં પુનઃ વિચારણા કરી સ્ટ્રક્ચર બદલીને ખેડૂતોની જમીનો બચાવવા ખેડૂતો વહિવટી તંત્રને ગુહાર લગાવી રહ્યા છે.ચિત્રોડી ગામ પાસે આ પુલનું કામ હાલ ચાલુ છે.ત્યારે આટલેથી એનું કામ અટકાવી મૂળ સ્ટ્રક્ચરમાં ખેડૂતોની માંગણી મુજબ સુધારો કરવા પત્રો લખીને વહીવટી તંત્રની રજૂઆતો કરી છે છતાં કોઈએ આ ખેડૂતોને થનાર નુકસાનની ગંભીરતા ગળે નહિ ઉતરતાં આજે સ્થળ ઉપર આવીને આ ખેડૂતો ની વાત મીડિયા સમક્ષ વાત રજૂ કરવા સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને હવે સરકાર એમની માંગ નહિ સ્વીકાર કરે તો આંદોલન કરવા મજબૂર બનવું પડશે એમ સ્થાનિકોએ જણાવ્યુ હતુ..

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!