GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે બેટી બચાવો અભિયાન અંગેનુ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું

આસીફ શેખ લુણાવાડા

તા.20/12/2023 ના રોજ મહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સાયબર સેફ્ટી, સોશિયલ મિડિયા , ગુડ ટચ, બેડ ટચ, સ્વ-રક્ષણ દાવ અંગેના સેમિનારનું આયોજન કિસાન માધ્યમિક હાઈસ્કૂલ લુણાવાડા ખાતે કરવામાં આવેલ. જેમાં નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક જે. જી ચાવડા (હેડ ક્વાટર્સ) , નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક વળવી , પ્રોબે. નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક ડોડીયાર, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ સામાજીક કાર્યકર સોનલબેન પંડ્યા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં શાળાની અંદાજે ૩૫૦ જેટલી દીકરીઓને અઘિકારીઓ દ્વારા વિવિધ વિષયો જેવા કે બાળ લગ્ન, બાળ અધિકારો POCSO ACT સાયબર સેફ્ટી-સોશિયલ મિડિયા , ગુડ ટચ- બેડ ટચ, સ્વ-રક્ષણ દાવ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!