GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ સીઆરસી દ્વારા અનોખી પહેલ સ્પર્ધાત્મક પરીક્ષા માં તેજસ્વી દેખાવ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

વિજાપુર લાડોલ સીઆરસી દ્વારા અનોખી પહેલ સ્પર્ધાત્મક પરીક્ષા માં તેજસ્વી દેખાવ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ સી.આર.સીમાં રાજ્યમાં સૌ પ્રથમ એક અનોખી પહેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.હતા હાલમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે વિવિધ પ્રકારે નોંધપાત્ર કામગીરી કરી રહી છે. તેને અનુલક્ષીને વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓના માધ્યમથી મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સારી શાળામાં પ્રવેશ, શિષ્યવૃત્તિ વગેરે જેવા લાભો રાજ્ય સરકાર દ્વારા મળે છે ત્યારે 2022/2023 ના શૈક્ષણિક વર્ષમાં વિજાપુર તાલુકાના લાડોલ સી.આર.સી.ની 1૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાના 3૦ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મેરીટમાં સ્થાન મેળવી જ્વલંત સિદ્ધિ મેળવેલ છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET), એન.એમ.એમ.એસ. વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ મેળવેલ યશસ્વી સફળતાને બિરદાવવા તાજેતરમાં વિજાપુરના લાડોલ સી.આર.સી.માં એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરીટમાં આવી સફળ થયેલ ધોરણ-5 થી 8 સુધીના ૩૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને લાડોલ ગામના વતની મંગુબેન
બી.પટેલના આર્થિક સહયોગથી સી.આર.સી.કક્ષાએ સન્માનપત્ર તેમજ વોટરબેગ, કંપાસબોક્ષ વગેરે સહિતની શૈક્ષણિક સામગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા. આમ વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓમાં સફળ થયેલ વિદ્યાર્થીઓનુ ક્લસ્ટર કક્ષાએ સન્માન થતું હોય તેવી ગુજરાત રાજ્યમાં આ સૌ પ્રથમ પહેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે તેમજ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મ પરીક્ષાઓ આપવા અંગેની જાગૃતતા ખૂબ વધશે. વિજાપુર બી.આર.સી.કો.ઓર્ડિનેટર ભરતભાઈ પટેલ, લાડોલ કન્યા વિદ્યાલયના આચાર્ય રેખાબેન પટેલ, પગાર કેન્દ્ર શાળાના આચાર્ય કમલેશભાઈ તેમજ લાડોલ ક્લસ્ટરના આચાર્યો, શિક્ષકોએ હાજર રહી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આવનાર સમયમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ સફળતા મેળવે તે માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન લાડોલ સી.આર.સી.કો.ઓર્ડિનેટર સંજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને સંકલન લાડોલ પ્રા.કુમાર શાળાના આચાર્ય વિષ્ણુભાઈ પટેલ તેમજ અનિલભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ, હાર્દિકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!