ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવારે એક દેશ એક ચૂંટણી પર જાગૃતતા કાર્યક્રમ
સમીર પટેલ, ભરૂચ
– BCCI એ રિજન્ટા હોટલ ખાતે પત્રકાર પરિષદ યોજી
– ગુજરાતના ઇન્ચાર્જ ડો. અનિલ પટેલ વન નેશન વન ચૂંટણી પર માર્ગદર્શન આપશે
ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વન નેશન વન ઇલેક્શન પર કાર્યક્રમ યોજાશે
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હોટેલ રિજન્ટા સેન્ટ્રલ ખાતે શુક્રવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિરણ મજમુદાર દ્વારા આવતીકાલ 21 જૂન શનિવારે સાંજે 4.30 કલાકે આત્મીય હોલમાં યોજાનાર કાર્યક્રમ ONE NATION , ONE ELECTION ની માહિતી અપાઈ હતી.
જાગૃતિ માટે યોજાનાર કાર્યક્રમની વિગત ઉપસ્થિતોએ આપી હતી. આ વિશે ગુજરાત ઇન્ચાર્જ ડો. ડૉક્ટર અનિલ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે. મહત્તમ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવા વિનંતી કરવામાં આવી હતી.
ભરૂચ ચમ્બેર ઓફ કોમર્સના સેક્રેટરી હરીશ થડાની, વાઇસ પ્રેસિડેન્ટ અનીશ પરીખ , કમલ કુમાર, ટ્રેઝરર તુષાર શ્રોફ , ભાવિક બારોટ , ત્રાપતી રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.