BHARUCH CITY / TALUKO
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરાઈ
સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સાહોલ શાળને સ્થાપના દિન અંતર્ગત 55 વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે સૌપ્રથમ મહેમાનોને સ્વાગતગીત દ્વારા આવકારવામાં આવ્યા હતા.શાળામાં આચાર્ય તેમજ સરપંચએ કેક કાપી બાળકોનું મોં મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, એસ. એમ. સી. અધ્યક્ષ વનિતાબેન પટેલ, શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મધ્યાહન ભોજન સંચાલક આશાબેન પટેલ તેમજ બાળકો હાજર રહી ઉત્સાહભેર શાળા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.બાળકોએ હેપી બર્થ ડે ગીત ગાઈ શાળાને શુભકામનાઓ પાઠવી હતી. બાળકોને આજના દિવસે ખૂબ જ મજા પડી હતી.