GUJARATJETPURRAJKOT

Rajkot: જસદણના બળધોઈમાં સખી મંડળની મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરાયા

તા.૨/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણીનું મતદાન તા. ૭ મે, ૨૦૨૪ના રોજ થનારું છે. ત્યારે ૭૨ – જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) અભિયાન અંતર્ગત જસદણ તાલુકાના બળધોઈ ગામમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથોને ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ વધારેમાં વધારે મતદાન થાય, તે માટે સખી મંડળની મહિલાઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આમ, મહિલાઓમાં મતદાનનું પ્રમાણ વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!