DAHOD

દાહોદ તાલુકાના ખરોદા ગામે રોડની સાઈટમાં ચાલતા નવ 9 વર્ષીય બાળકને બાઈક ચાલકે ટક્કર મારતા ઇજા

તા.21.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ તાલુકાના ખરોદા ગામે રોડની સાઈટમાં ચાલતા નવ 9 વર્ષીય બાળકને બાઈક ચાલકે ટક્કર મારતા ઇજાઓ પહોંચાડતા રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

તારીખ 15 1 2023 ના રોજ દાહોદ તાલુકાના ખરોદા નવાવાસ ફળિયામાં રહેતા નાનકાભાઈ મંગલીયા ભાઈ ભાભોર સવારના 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમના ગામની આવેલી કરિયાણાની દુકાન ઉપર બેઠા હતા તે વખતે તેમનો પુત્ર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કેમ પપ્પા મને પતંગ લઈ આપો જેથી તેને કહ્યું કે ઘરે પતંગો પડેલા છે અને તું ઘરે ચાલયો જા તેમ કહેતા તેમનો પુત્ર રોનક ત્યાંથી ચાલતા ચાલતા ઘરે જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન ખરોદા મોટા નવાવાસ ફળિયામાં રોડ ઉપર સવારના આશરે સવા 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદથી ચાકલિયા તરફ જતા રોડ ઉપર એક પલ્સર મોટરસાયકલનો ચાલક તેની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી હંકારી લાવી રોડની બાજુમાં ચાલતા નવ વર્ષીય બાળક રોનકને પાછળથી ટક્કર મારી નીચે પાડી દેતા પલ્સર મોટરસાયકલનો ચાલક પણ મોટરસાયકલ સાથે નીચે પડી ગયો હતો તે પછી મોટર સાયકલનો ચાલક તેની મોટરસાયકલ ઘટના સ્થળ ઉપર મૂકી ત્યાંથી ભાગી ગયો હતો અને તે બાળકના પિતા તેમજ આજુબાજુના લોકો એકસીડન્ટ વાળી જગ્યા ઉપર દોડી આવ્યા હતા ત્યારે તે નવ વર્ષીય રોનકને માથાના ભાગે લોહી નીકળેલું હતું તેમજ છાતિના ભાગે તથા પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેમજ શરીરના ભાગે નાની મોટી ઇજાઓ થયેલી હતી ત્યારે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ખરોદા ગામ ખાતે ત્યાં ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને નવ વર્ષીય રોનકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે ઝાયડસ હોસ્પિટલના તબીબોએ તે ઈજાગ્રસ્ત બાળકના પિતાને જણાવ્યું હતું કે તમારા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે જેથી અન્ય કોઈ દવાખાનામાં લઈ જાઓ ત્યારે દાહોદના ખાનગી સેફી ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયો હતો અને તે બાઈક ચાલક ત્યાં મૂકીને ભાગી જતાં તેની બાઈકનો નંબર GJ 20 BC 3649 નંબરના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાહોદ તાલુકા રૂલર પોલીસ મથક ખાતે નવ વર્ષીય બાળકના પિતા નાનકાભાઈ મંગળિયાભાઈ ભાભોરે નોંધાવતા રૂલર પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી અને તે ફરાર બાઈક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!