DAHODGUJARAT

Dahod : દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ બીજી કારોબારી સભા યોજાઈ

તા.૨૯.૦૯.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ બીજી કારોબારી સભા યોજાઈ

દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ ની બીજી કારોબારી સભા કંજેટા માધ્યમિક શાળા કંજેટા તાલુકો ધાનપુર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી  સુરેશભાઈ મેડા સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ નિરીક્ષક  મેધાવીનીબેન શાસ્ત્રી અને સલાહકાર શ્રી કમલેશ લીમ્બાચીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી જેમાં પ્રાર્થના અને સ્વાગત નૃત્ય શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન મંત્રી રાજેશ જાદવ દ્વારા કરવામાં આવ્યું વિજ્ઞાન મંડળના કારોબારી સભ્યો આચાર્ય તરીકે નિયુક્ત થયા તેમનું સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું. વિજ્ઞાન મંડળની ₹300 ફી ઉઘરાવા બાબત આયોજન કરવામાં આવ્યું .ધોરણ 10 અને 12 ના પરિણામ સુધારણા અંગેની પણ ચર્ચા કરવામાં આવી. 40% થી ઓછી પરિણામ ધરાવતી શાળાઓના શિક્ષકોનો વર્કશોપ બાબત પણ ચર્ચા કરવામાં આવી. શિક્ષણ નિરીક્ષક  મેઘાણીબેન શાસ્ત્રી દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું .તેમજ અધ્યક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેશ મેડા દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિ અંગે અને પરિણામ સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સંચાલન માનસી જોશી દ્વારા કરવામાં આવ્યું. જેમાં હોદ્દેદારઓ સંકુલ સંયોજક  અને 25 જિલ્લા કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!