AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી સેવા સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ — અત્યાર સુધીમાં ૧૭.૩૪ લાખથી વધુ જીવ બચાવ્યા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ શરૂ કરાયેલી ૧૦૮ ઇમરજન્સી સેવા આગામી ૨૯મી ઓગસ્ટે ૧૮ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ લાઈફલાઈન સેવા આજે ગુજરાતના દરેક ખૂણે ઉપલબ્ધ છે.

૨૦૦૭થી અત્યાર સુધીમાં ૧૦૮ સેવાને રેકોર્ડબ્રેક ૧ કરોડ ૭૭ લાખથી વધુ ઇમરજન્સી કેસમાં પ્રતિસાદ આપ્યો છે. આ સમયગાળામાં અંદાજે ૧૭.૩૪ લાખથી વધુ લોકોને જીવતા બચાવવામાં સફળતા મળી છે. દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ કટોકટીમાં સેવા આપવા રવાના થાય છે, જ્યારે દરરોજ સરેરાશ ૪૩૦૦ થી ૪૫૦૦ જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.

રાજ્યમાં શરૂ થયેલી આ સેવા આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ બની છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ ૧૦૮ સેવા શહેર, તાલુકા તેમજ છેવાડાનાં ગામડાં સુધી ૨૪x૭ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. અમદાવાદના નરોડા કઠવાડા ખાતે ૧૫ એકરના વિસ્તારમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્ટેટ-ઓફ-આર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે, જ્યાંથી સમગ્ર રાજ્યમાં એમ્બ્યુલન્સનું સંચાલન થાય છે.

એમ્બ્યુલન્સોમાં વેન્ટિલેટર મશીન, અદ્યતન મેડિકલ સાધનો અને દવાઓ ઉપલબ્ધ છે. સાથે જ લોકેશન બેઝ્ડ સર્વિસ (LBS)થી સુસજ્જ CAD એપ્લિકેશન દ્વારા કોલ કરનારનું લોકેશન આપમેળે મળી રહે છે, જેના કારણે સમયનો બચાવ થાય છે અને ઝડપી સેવા પૂરી પાડી શકાય છે.

ગયા ૧૮ વર્ષમાં ૧૦૮ સેવા દ્વારા ૫૮.૭૦ લાખ કરતાં વધુ પ્રસૂતા માતાને સમયસર મદદ કરવામાં આવી છે. ૧,૫૨,૮૦૯ કરતાં વધુ પ્રસૂતિઓમાં સીધું એમ્બ્યુલન્સ સ્ટાફે મદદ કરી છે. રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં આ સેવાનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.

રાજ્ય સરકારએ દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ પોરબંદર અને ઓખા બંદરે બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. તદુપરાંત ૨૧ માર્ચ ૨૦૨૨થી ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ હતી, જે સમગ્ર ભારતમાં સૌપ્રથમ છે. આ ઉપરાંત અદ્યતન “૧૦૮ સિટિઝન મોબાઈલ એપ્લિકેશન” દ્વારા પણ લોકો ઝડપથી સેવા મેળવી શકે છે.

૧૦૮ સેવાને સમયાંતરે ટેક્નોલોજી અપગ્રેડેશન સાથે આધુનિક બનાવવામાં આવી છે. પેપરલેશ વ્યવસ્થા, ઇ-ગવર્નન્સ અને રિયલ ટાઈમ ડેટા સિસ્ટમથી સેવાની કાર્યક્ષમતા વધી છે. અત્યાર સુધીમાં ૫૬ કરોડ કિલોમીટરથી વધુ અંતર આ એમ્બ્યુલન્સોએ કવર કર્યું છે.

જીવીકે ઇએમઆરઆઈ-૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, “૧૦૮ ઇમરજન્સી સેવા છેલ્લા ૧૮ વર્ષથી અવિરત સેવા આપી રહી છે. એક સામાન્ય કોલથી અનગિનત જીવ બચાવવામાં આવ્યા છે. ૨૦૦૭માં માત્ર ૧૪ એમ્બ્યુલન્સથી શરૂ કરાયેલી આ સેવા આજે ૧૪૫૬ એમ્બ્યુલન્સ (જેમાં ૨ બોટ એમ્બ્યુલન્સ સામેલ છે) સુધી વિસ્તરી છે.”

Back to top button
error: Content is protected !!