GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જયંતી નિમિત્તે”પ્રબુદ્ધ નાગરિક સંમેલન”યોજાયો

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ

*લોકસભા ના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,પ્રદેશ ના વક્તાશ્રીઓ અશોકભાઈ ધોરાજીયા,શ્રી કરશનભાઇ ગોંડલીયા રહ્યા વિશેષ ઉપસ્થિત*

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી ની જયંતી નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને,લોકસભા ના દંડક,વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, પ્રદેશના દ્વારા નિયુક્ત વક્તાશ્રીઓ અશોકભાઈ ધોરજીયા,શ્રી કરસનભાઈ ગોંડલીયા,વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન વલસાડ મોંઘભાઈ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” માં ઉપસ્થિત સહુને આવકાર્યા હતા,લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે દેશના બંધારણ અંગેની વિગતવાર માહિતીઓ આપતા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૭૦,શ્રી રામ મંદિર નિર્માણ,વન નેશન વન ઇલકેશન,વકફ બોર્ડ જેવા મહતપૂર્ણ નિર્ણયો અંગે વિગતવાર માહિતીઓ પુરી પાડી હતી.પ્રદેશ તરફથી નિયુક્ત વક્તાશ્રીઓ શ્રી કરસનભાઈ ગોંડલીયા એ બંધારણ અંગે  વિગતવાર માહિતીઓ આપતા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બંધારણનું કરવામાં આવેલ સન્માન સહિત વિવિધ યોજનાઓ અંગે માહિતીઓ આપી હતી,વક્તાશ્રી અશોકભાઈ ધોરજીયા દ્વારા દેશના બંધારણ અને બાબા સાહેબ આંબેડકરજી ના જીવનચરિત્ર અંગેની માહિતીઓ આપી હતી.

આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,શ્રી કમલેશભાઈ પટેલ,વલસાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી દિવ્યાંગભાઈ ભગત,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ,વલસાડ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ,વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ,વિવિધ તાલુકા પંચાયત,નગરપાલિકા ના પ્રમુખશ્રીઓ,સભ્યશ્રીઓ વિવિધ મોરચાના હોદેદારો,મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!